ભુજ, તા. 6 : વર્ષ 2025ની
વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે અને આપણે સૌ જ્યારે 2026ને
આવકારવા ઉત્સુક છીએ, ત્યારે ટીમ રાહગિરિ ગત વર્ષની પોતાની સફળ એવી વિશેષ પ્રકારની ફલી
માર્કેટની ઇવેન્ટ તા. 27 અને 28 ડિસેમ્બરના
ભુજહાટ ખાતે યોજવા જઇ રહી છે. ભુજમાં એક જ જગ્યાએ વિવિધ પ્રકારની આઇટમ્સનું વેચાણ, ફૂડ ઝોન, કિડ્સ પ્લે એરિયા, મનમોહક રીતનો શણગાર, સેલ્ફી કોર્નર્સ, મ્યુઝિક બેન્ડની ઉપસ્થિતિ માત્ર
ખરીદી નહીં પણ પરિવાર સાથે એક યાદગાર સાંજને માણવાનો આ અવસર બની રહેશે. કચ્છમિત્ર
મીડિયા પાર્ટનર છે. રાહગિરિ હંમેશાં લોકોની ઇચ્છાઓ અને લાગણીને વાચા આપતું હોય છે
અને આ ફલી માર્કેટ માટે સમગ્ર કચ્છીઓની પ્રબળ લાગણીને વાચા આપી ફરી આયોજન કરાયું
છે. ફલી માર્કેટમાં જોડાવા માટે આર્ટ એન્ડ ક્રાફ્ટ, પ્લાન્ટ
નર્સરી, વત્ર પરિધાન, હર્બલ પ્રોડક્ટસ,
વિવિધ પ્રકારની હોમ મેડ આઇટમ્સ, સ્ટેશનરી એન્ડ
બૂક્સ, ફૂડ સ્ટોલ્સ, કિડ્સ ઝોન તથા
વ્યવસાયને લગતી પ્રોડક્ટસનું પ્રદર્શન અને વેચાણ કરવા ઇચ્છતા વેપારીઓ માટે સ્ટોલ
બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઇવેન્ટની મોટી સંખ્યામાં લોકો મુલાકાત લે અને
વ્યવસાયિકોને તેનો પૂરતો લાભ મળી રહે, તે રીતના આયોજન માટે
ચાર્જ ચૂકવીને સ્ટોલ બૂક કરાવી શકાશે. બુકિંગ અને વધુ માહિતી માટે 99984 10101, 90998 99698, 99985 22922 નંબર પર સંપર્ક કરી શકાશે.