• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

સીમા પરનાં કાર્યો થકી સુરક્ષા સાથે ધર્મજાગરણ

ખાવડા, તા. 6 : કાળાડુંગર પર દત્તજયંતી નિમિત્તે પદયાત્રાને  25 વર્ષ થતાં રજત જયંતીની ઉજવણી કરાઇ હતી. કાર્યક્રમમાં ધર્મસભામાં આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક તથા સીમાજન કલ્યાણ મંચના પ્રાંત પ્રમુખ ડો. જયંતીભાઇ ભાડેસિયાએ  સીમા પર થતા આવા કાર્યક્રમો થકી સરહદી સુરક્ષા સાથે ધર્મજાગરણનું કાર્ય થતું હોવાનું જણાવ્યું હતું. નારાયણ સરોવર જાગીરના અધ્યક્ષ સોનલલાલજી મહારાજે માતા અયનસૂયા તથા ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનાં દૃષ્ટાંતોથી  સનાતન સંસ્કૃતિને ટકાવી રાખવા મહિલાઓને  અપીલ કરી હતી. ખાવડા લોહાણા મહાજનના અગ્રણી તથા દત્ત મંદિર સમિતિના પૂર્વ પ્રમુખ હીરાલાલ રાજદેએ અહીં છેલ્લા 25 વર્ષ દરમિયાન સર્વાંગી વિકાસના સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો. દત્ત મંદિર વિકાસ સમિતિના પ્રમુખ વિપુલભાઇ તન્નાએ સ્વાગત કર્યું હતું. પદયાત્રીઓ, સહયોગી દાતાઓ, વિદ્યુત તંત્ર, પાણી પુરવઠા તંત્રના પ્રતિનિધિઓનું સન્માન કરાયું હતું. દિનેશદાદા લઠેડી, સીમાજાગરણ મંચ પ્રાંત સંયોજક જીવણભાઇ આહીર મંચસ્થ રહ્યા હતા. સંચાલન સીમાજાગરણ મંચના જયદીપસિંહ તથા આભારવિધિ મંદિર સમિતિના બાલકૃષ્ણ ઠક્કરે કર્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ, ધારાસભ્ય કેશુભાઇ પટેલ, અનિરુદ્ધભાઇ દવેપ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ ભગવાન દત્તાત્રેયનાં દર્શન કર્યાં હતાં. બ્રહ્મલીન કૈલાસપુરીના શિષ્ય મંડળ વતી ગિરીશભાઇ સોનીના યજમાનપદે દત્ત યાગની શ્રીફળના હોમ સાથે પૂર્ણાહુતિ થઇ હતી. મહાપ્રસાદ બાદ ધર્મસભા, ભગવાન દત્તાત્રેયના પ્રાગટયની મહાઆરતી, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મહારાસમાં જિલ્લાના જુદા જુદા સ્થળેથી 1111 મહિલાએ ભાતીગળ પોશાકમાં રાસની કરેલી જમાવટે આકર્ષણ જમાવ્યું હતું. સૌરાષ્ટ્ર, પ્રાંત કાર્યવાહ મહેશભાઇ ઓઝા, જિલ્લા સંઘચાલક હિંમતસિંહ વસણ, પ્રાંત સેવા પ્રમુખ નારાયણભાઇ વેલાણી, સીમા મંચના જિલ્લા સંયોજક રાજેશભાઇ જોશી, વિહિપના જિલ્લા સહમંત્રી દિનેશભાઇ ગજ્જર, ભાજપના જિલ્લા ઉપપ્રમુખ તથા ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઇ ચંદે, મંદિર સમિતિના ઉપપ્રમુખ રામલાલ કક્કડ, મંત્રી પંકજભાઇ રાજદે, સહમંત્રી પ્રાણલાલ ઠક્કર, ધીરેન્દ્ર તન્ના, પરેશભાઇ ઠક્કર, અનંતભાઇ તન્ના, લીલાધર ચંદે, નરેન્દ્ર સોતા, મહેશ રાજદે, જમનાદાસ દાવડા, મહેશભાઇ કોટક, શશીકાંત સોતા, નટવરલાલ રાયકુંડલ, પ્રવીણભાઇ તન્ના, અનિરુદ્ધ રાજદે, નરેન્દ્ર દાવડા ઉપસ્થિત રહ્યા હતા. લોહાણા યુવક મંડળના પ્રમુખ હિતેશ બડિયાના માર્ગદર્શન હેઠળ પાર્થ ગણગણાત્રા, ઉમેશ સોનાઘેલા, શ્રી વર્માએ સહયોગ આપ્યો હતો.

Panchang

dd