• સોમવાર, 07 જુલાઈ, 2025

ગિલ ટેસ્ટ કેપ્ટનની રેસમાં આગળ

મુંબઇ તા.8 : રોહિત શર્માના અચાનક ટેસ્ટ સંન્યાસ બાદ ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટનની રેસમાં યુવા ઓપનિંગ બેટર શુભમન ગિલ સૌથી આગળ ચાલી રહ્યો છે.  ઇંગ્લેન્ડનો પ્રવાસ તેના માટે એક પૂર્ણકાલિન કેપ્ટનના રૂપમાં બની શકે છે. જયાં ટીમ ઇન્ડિયા પ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. જેની શરૂઆત 20 જૂન હેડિંગ્લેથી થશે. ગિલને ટેસ્ટ કપ્તાની સોંપવાનું લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યંy છે, કારણ કે જસપ્રિત બુમરાહને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ દરમિયાન કેટલીક મેચમાં વિરામ આપવાની બીસીસીઆઈએ યોજના બનાવી છે. તેની ફિટનેસ અને કાર્યભારણને સારી રીતે પાર પાડવા  બોર્ડ ધ્યાન આપી રહ્યંy છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં બુમરાહે બે ટેસ્ટમાં કપ્તાની કરી હતી.  ઈંગ્લેન્ડ પ્રવાસની ભારતીય ટીમની પસંદગી આ મહિનાના અંતમાં લગભગ થશે. પસંદગીકારો રોહિતના સંન્યાસ પછી એક  લાંબા સમયના સુકાનીને પસંદ કરવા માંગે છે. ગિલ હજુ 2પ વર્ષનો છે અને પ્રતિભાશાળી છે. આથી બીસીસીઆઇ તેના પર ટેસ્ટ કેપ્ટનનો તાજ પહેરાવી શકે છે. ગિલ હાલ વન ડે ટીમનો વાઇસ કેપ્ટન છે. તેણે ઝિમ્બાબ્વે સામેની પાંચ મેચની ટી-20 શ્રેણીમાં ભારતીય ટીમની આગેવાની લીધી હતી. હાલ તે આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સનું સુકાન સફળતાપૂર્વક સંભાળી રહ્યો છે. શુભમન ગિલે ડિસેમ્બર-2020માં મેલબોર્ન ટેસ્ટમાં પદાર્પણ કર્યું હતું. તેણે 32 ટેસ્ટમાં 3પ.0પની સરેરાશથી 1893 રન કર્યાં છે. જેમાં પ સદી સામેલ છે. 

Panchang

dd