આજે વિશ્વભરમાં આતંકવાદનું જોખમ સતત વધી રહ્યંy છે. વિવિધ દેશોમાં આતંક કોઈ ને કોઈ સ્વરૂપે લોહિયાળ
પડકાર ઊભો કરે છે. દુનિયાના દેશો વિવિધ વૈશ્વિક મંચો પર આતંકવાદની આકરી ટીકા કરવામાં
કોઈ કસર છોડતા નથી, પણ આ ટીકાથી આગળ વધીને આ પડકારને પહોંચી
વળવા નિર્ણયાક પગલાં લેવા પર ભાગ્યે જ કોઈ સંકલિત પહેલ થઈ છે. પરિણામે આતંકવાદ દિવસોદિવસ
વધુ ને વધુ બેલગામ બનતો જાય છે. આતંકને પોષવામાં અગ્રેસર રહેતા પાકિસ્તાનને સલામતી
પરિષદનું અધ્યક્ષપદ સોંપાયું તે બતાવે છે કે, દુનિયા આ મામલે
હજી ગંભીર બની નથી. સૌ બરાબર સમજે છે કે, ધાર્મિક, રાજકીય કે વૈચારિક કોઈ પણ આધાર ધરાવતા આતંકવાદને હવે સહન કરી શકાય નહીં કે
યોગ્ય ઠેરવી શકાય નહીં. હાલત એવી છે કે, આ લોહિયાળ સ્થિતિને માત્ર
ટીકા દ્વારા પરાસ્ત કરી શકાય તેમ નથી. આવામાં ભારતે આતંકવાદની વિરુદ્ધના જંગમાં વેશ્વિક
સમુદાયને એક કરવાના સતત પ્રયાસ કર્યા છે. ભારતના આ પ્રયાસો થકી સંખ્યાબંધ આંતરરાષ્ટ્રીય
મંચો પર આતંકવાદ સામે અવાજ ઊઠી રહ્યો છે. તાજેતરમાં ચાર દેશના સમૂહ ક્વાડની બેઠકમાં
પહેલગામના આતંકી હુમલાની આકરી ટીકા કરાઈ હતી. સાથોસાથ આ હુમલાના કાવતરાખોરો,
હુમલાખોરો અને આર્થિક સહયોગની સામે વિના વિલંબે કાયદાકીય કાર્યવાહી હાથ
ધરવાની હાકલ પણ આ બેઠકમાં કરાઈ. આતંકવાદને કદી સહન ન કરવાની ભારતની નીતિને ક્વાડનાં
આ વલણથી બળ મળ્યું છે. વક્રતા એ છે કે, ક્વાડે તેની ટીકામાં પોતાનો
સીધો ઉલ્લેખ કર્યો ન હોવાનું કારણ આગળ ધરીને પાકિસ્તાન હરખાયું છે. ગયા મહિને ચીનમાં
યોજાયેલી સાંઘાઈ શ્રેત્રીય સંગઠનના સંરક્ષણમંત્રીઓની બેઠકમાં ભારતે આતંકવાદનો મુદ્દો
ભારપૂર્વક ઉઠાવ્યો હતો. બેઠકનાં સંયુક્ત નિવેદનમાં આ મુદ્દાના સમાવેશની સામે વાંધો
ઉઠાવીને પાકિસ્તાને પોતાનો અસલી ચહેરો છતો કર્યો હતો, પણ ભારતે
નિવેદનમાં આતંકવાદની ટીકાનો સમાવેશ ન થાય તો તેમાં સહી કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો
હતો. આખરે આ ચાવીરૂપ બેઠક નિવેદન વગર સમાપ્ત થઈ હતી. કમનસીબ હકીકત એ છે કે,
આજે પાકિસ્તાન દુનિયાભરમાં આતંકવાદને સીધી કે આડકતરી રીતે પોષવામાં સામેલ
હોવા છતાં તાજેતરમાં તેને સંયુક્ત રાષ્ટ્ર સંઘની ચાવીરૂપ સલામતી પરિષદનું અધ્યક્ષપદ
સોંપાયું છે. આ બાબત બતાવે છે કે, દુનિયાના દેશો આતંકવાદના પડકાર
સામે જોઈએ એટલા ગંભીર નથી. હવે ભારતે સરહદ પારના આતંક સામે લડવાની સાથોસાથ સલામતી પરિષદમાં
પાકિસ્તાનના ઉંબાડિયા સામે પણ રાજદ્વારી મોરચે સજાગ અને સક્રિય રહેવું પડશે. સલામતી
પરિષદના અધ્યક્ષપદ સાથે પાકિસ્તાન આતંકવાદની સામે મોરચો ખોલવાને બદલે પોતાના બચાવના
એજન્ડાને અનુસરશે એ સ્પષ્ટ રીતે જણાઈ રહ્યંy છે.
ખરેખર દુનિયા આ લોહિયાળ પડકાર સામે જોઈએ એટલી જાગી નથી કે એક થઈ નથી એમ સ્પષ્ટ રીતે
જણાઈ રહ્યંy છે.