બર્મિંગહામ, તા.7 : ઇંગ્લેન્ડ
વિરુદ્ધની બીજી ટેસ્ટમાં 10 વિકેટ લેનાર ભારતીય ઝડપી બોલર
આકાશદીપે તેનું આ શાનદાર પ્રદર્શન કેન્સર પીડિત પોતાની બહેનને સમર્પિત કર્યું છે.
ભારતની 336 રનના વિશાળ વિજય બાદ આકાશદીપે કહ્યંy કે
જ્યારે પણ દડો હાથમાં લેતો ત્યારે તેનો વિચાર આવતો. 28 વર્ષીય
બંગાળના આ બોલરે એવી પીચ પર પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું જે મોટાભાગે બોલરોને નિષ્ફળતા આપે છે. 10 વિકેટ
હોલની ઉપલબ્ધિ હાંસલ કરનાર આકાશદીપે જણાવ્યું કે મેં એની સાથે ક્યારે પણ વાત કરી
નથી. તે બે મહિનાથી કેન્સર સામે ઝઝુમી રહી છે. મારા આ પ્રદર્શનથી તેને ખુશી મળશે
અને તેના ચહેરા પર હસી આવશે. આકાશદીપે ચેતેશ્વર પુજારા સાથે વાત કરતા વધુમાં
જણાવ્યું કે જ્યારે પણ મારા હાથમાં દડો આવે એટલે તેનો વિચાર આવવા માંડે. હું તેને
બતાવવા માગતો હતો કે બહેન અમે બધા તારી સાથે છીએ. મેચ વિશેની રણનીતિ પર આકાશે
કહ્યંy કે જે રણનીતિ બનાવી હતી તે સફળ રહી. મારો ઉદ્વેશ સીમ પર સખત
લેન્થથી દડો ફેંકવો હતો. મેં ઇનસ્વીંગ કરવાના પ્રયાસ કર્યાં હતા.