ભુજ, તા. 7 : શહેરમાં
ઝારખંડનો 31 વર્ષીય યુવાન એન્જિનીયર શશિકુમાર
ટેકલાલ મહંતોએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે મૃતકના
મિત્રે જાહેર કરેલી વિગતો મુજબ મૂળ ઝારખંડનો શશિકુમાર ખાવડાના આર.ઇ. પાર્કમાં છેલ્લા
છ મહિનાથી એન્જિનીયર તરીકે નોકરી કરતો હતો અને ભુજના લાલટેકરી સ્થિત કલાસિક કોમ્પ્લેક્ષમાં
રહેતો હતો. આજે સવારે પોતાના રૂમમાં શશિકુમારે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લીધો
હતો. તેને જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બી-ડિવિઝન
પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.