દુબઇ, તા. 7 : ભારતીય
સંજોગ ગુપ્તા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના નવા મુખ્ય કાર્યકારી અધિકારી
(સીઇઓ) નિયુક્ત થયા છે. તેઓ ઓસ્ટ્રેલિયાના જ્યોફ અલાર્ડિસની જગ્યા લેશે. જેમણે
ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ અંગત કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. સંજોગ
ગુપ્તા અત્યાર સુધી જિયોહોટસ્ટારમાં સીઇઓ (ખેલ)ના રૂપમાં કાર્યરત હતા. તેઓ તત્કાલ
પ્રભાવથી આઇસીસીમાં કાર્યભાર સંભાળશે. તે આઇસીસીના સાતમા સીઇઓ બન્યા છે. આઇસીસીના સીઇઓ પદ માટે 2પ
દેશમાંથી 2પ00થી વધુ અરજીઓ આવી હતી. જેમાંથી 12 ઉમેદવાર
શોર્ટ લિસ્ટ થયા હતા. જેમાંથી સંજોગ ગુપ્તાની પસંદગી થઇ છે.આઇસીસીના ચેરમેન જય
શાહે તેમની નિયુકિતની આવકારી છે. ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાના બન્ને ઉચ્ચ પદ હવે
ભારતીય છે.