• મંગળવાર, 08 જુલાઈ, 2025

રીઢો ચોર `વલો' ઝડપાયો

ભુજ, તા. 7 : જેના સામે 57 ગુના વિવિધ પોલીસ મથકમાં નોંધાઈ ચૂક્યા છે અને તેમાંના મોટાભાગના ચોરીના ગુના છે. પદ્ધર પોલીસ અને નખત્રાણા પોલીસમાં નોંધાયેલા મંદિર ચોરીના ગુનાથી નાસતો ફરતો રીઢો ચોર રશીદ ઉર્ફે વલો દેશર તૈયબ સમા (રહે. નાના દિનારા)ને પદ્ધર પોલીસે ઝડપી પાડયો છે. આ અંગે પદ્ધર પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ ગત તા. 12/5ના રાતથી બીજા દિવસની સવાર સુધી ડગાળાના મોમાઈ માતાજી તથા ચામુંડા માતાજીનાં મંદિરમાંથી ચોરી તથા  રોહા ફોર્ટ ઉપર આવેલાં મંદિરોની ચોરીના ગુનાનો નાસતો ફરતો આરોપી રશીદ ઉર્ફે વલોને ટેકનિકલ હ્યુમન રિસોર્સીસના આધારે ધાણેટી-નાડાપા સીમમાંથી હે.કો. મહિપાલસિંહ એન. જાડેજાએ સચોટ બાતમીના આધારી ઝડપી લીધો હતો. આ આરોપી રશીદ ઉર્ફે વલોનો ગુનાહિત ઈતિહાસ ખરડાયેલો છે, તેની સામે 57 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં મોટાભાગના ચોરીના છે.

Panchang

dd