મોથાળા, તા. 7 : અબડાસાનાં
મોથાળા ગામને ફરતે ત્રણેય નદી ઘેરી વળતાં પ્રવેશવાના રસ્તા બંધ થઈ ગયા હતા, તેમાંય મુખ્ય પાપડીનું ડાયવર્ઝન પણ તૂટી જતાં વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો.
આ ગામમાં પ્રવેશવા માટે 30 વર્ષ
પછી માંડ પુલ બન્યો હતો, તે પુલ ગયાં વર્ષે પહેલા જ વરસાદમાં
તૂટી જતાં હંગામી ધોરણે ડાયવર્ઝન કરવામાં આવ્યું હતું, પણ આજે
સવારે ભારે વરસાદને પગલે આ ડાયવર્ઝન પણ તૂટી જતાં રસ્તો જ બંધ થઈ ગયો હતો. એક બાજુ
ડાયવર્ઝનનો ભાગ તૂટી ગયો. બીજો રસ્તો પાપડી ઉપરથી પાણીનો ભારે પ્રવાહ હોવાથી વાહનો
પસાર થઈ શકે તેમ ન હતો. કેમ કે, બાલાચોડ ડેમ ઓગની જતાં ઓગનનું
પાણી જોશભેર વહેતું થયું હતું.