• રવિવાર, 29 નવેમ્બર, 2026

અ'વાદમાં મોબાઇલ લૂંટારાઓ સામે માંડવીના યુવાને બતાવી હિંમત

કોડાય (તા.માંડવી), તા.28 : અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં મોબાઇલ લૂંટવાના ઇરાદે આવેલા બે અજાણ્યા શખ્સ સામે માંડવીના યુવાને હિંમત અને સાવચેતીનો પરિચય આપ્યો હતો.મોબાઇલ છીનવવાનો પ્રયાસ થતાં યુવાને ત્વરિત પ્રતિકાર કરી એક શખ્સને બાઈક પરથી નીચે પટકી દીધો હતો.એટલું જ નહીં, લૂંટારાઓ પાસેથી અન્ય વ્યક્તિઓના છીનવેલા ત્રણ મોબાઇલ પણ પરત મેળવી પોલીસને સોંપ્યા હતા.તા.26/11 0pt;line-height:115%; font-family:"Shruti",sans-serif;mso-bidi-language:GU">ની રાત્રે અમદાવાદ ખાતે અભ્યાસ કરતા માંડવીના ધ્રુવરાજ પંકજ રાજગોર પોતાની હોસ્ટેલની નીચે વાકિંગ કરી રહ્યા હતા.આ દરમિયાન તેઓ મોબાઇલ ફોન પર પરિવારજનો સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા યુવકે તેમનો મોબાઇલ છીનવવાનો પ્રયાસ કર્યો હતો.જો કે, સાવચેત ધ્રુવરાજે ત્વરિત એક યુવકનું જેકેટ પકડી લેતાં બાઈક પર સવાર યુવક નીચે પટકાયો હતો.આ દરમિયાન ધ્રુવરાજે લૂંટારુઓ પાસેથી અન્ય લોકોના છીનવેલા ત્રણ મોબાઇલ પણ મેળવી લીધા હતા અને નવરંગપુરા વિસ્તારના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા હતા.આ પૈકીનો એક મોબાઇલ લૂંટારુ શખ્સનો હોવાનું સામે આવતાં પોલીસને લૂંટારુ ગેંગની ઓળખ અને તપાસમાં મદદ મળી હતી.બનાવની જાણ થતાં માંડવીના નિહાર મહેતા, પ્રતીક પરમાર તથા ધ્રુવરાજના સહાધ્યાયી હિત ગોસ્વામી તાત્કાલિક પોલીસ સ્ટેશન દોડી ગયા હતા.પોલીસની જરૂરી કાર્યવાહી પૂર્ણ થયા બાદ ધ્રુવરાજને પ્રાથમિક સારવાર પણ અપાવવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, ધ્રુવરાજ પંકજ રાજગોર કચ્છ ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ ગીતાબેન પંકજ રાજગોરના પુત્ર છે અને અમદાવાદ ખાતે પ્રથમ વર્ષ બી.બી.એ.નો અભ્યાસ કરી રહ્યા છે.

Ram Katha

Vyapar Utsav

Panchang