• રવિવાર, 29 નવેમ્બર, 2026

સીમાંકન લોકતંત્રને ખતમ કરશે : રાહુલ

નવી દિલ્હી, તા.28 : લોકસભામાં વિપક્ષના નેતાની ભૂમિકા ભજવતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શનિવારે આરોપ મૂક્યો હતો કે, ભાજપ સીમાંકન મારફતે દેશનો ચૂંટણીલક્ષી નકશો બીજીવાર બનાવીને રાજકીય લાભ લેવા માગે છે.આ અધિકાર કોણે આપ્યો.હવે મોદી, શાહ અને જ્ઞાનેશકુમાર 850 બેઠકનો નવો આઇડિયા લઇને આવ્યા છે, જે ભારતીય લોકતંત્રને ખતમ કરી દેશે, તેવા પ્રહાર કોંગ્રેસ નેતાએ કર્યા હતા.મહિલા અનામત વિધેયક પહેલાં જ પસાર થઇ ચૂક્યું છે, તો લોકસભાની બેઠકો 0pt;line-height:115%;mso-ascii-font-family:Calibri; mso-hansi-font-family:Calibri;mso-bidi-font-family:Calibri;mso-bidi-language: GU">850 કરવાની જરૂર જ શું છે, તેવો સવાલ રાહુલે ઉઠાવ્યો હતો.મોદી-શાહે જ્ઞાનેશકુમારને વિશેષાધિકાર આપી રાખ્યા છે.તેમના ફેંસલાને કોઇ કોર્ટમાં પડકારી ન શકે.આંબેડકરજીના બંધારણનું ખૂન થઇ રહ્યું છે, તેવા પ્રહારો તેમણે કર્યા હતા.રાહુલે ગંભીર આરોપ મૂકતાં કહ્યું હતું કે, મોદીજી દેશના આત્મા પર ચાકુના ઘા મારવાની કોશિશ કરી રહ્યા છે.મારું સીધું કહેવું છે કે, 543 બેઠક પૂરતી છે.850 બેઠકો કરવાની કોઇ જરૂર નથી.આ દેશને તોડવાની કોશિશ છે, તેવું તેમણે કહ્યું હતું.વિપક્ષના પ્રમુખ નેતાઓને નિશાન બનાવી તેમના મત કાપવાનું કાવતરું ઘડાય છે, તેવા પ્રહાર રાહુલે કર્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang