• રવિવાર, 29 નવેમ્બર, 2026

મુંદરા પોલીસે વાહનચોર ગેંગના બે આરોપીને છ બાઈક સાથે પકડયા

ભુજ, તા.28 : મુંદરા પોલીસે આંતરજિલ્લા વાહનચોર ગેંગના બે આરોપીને છ બાઈક સાથે ઝડપી છ બાઈકચોરીના ભેદ ઉકેલી લીધા છે.મુંદરા પોલીસે તપાસ દરમ્યાન મૂળ પંજાબ હાલે ધ્રબ સીમ મોમાય હોટેલ ખાતે રહેતા આરોપી પુરણસિંઘ કરમસિંઘ મજબી (શીખ) અને વિનોદકુમાર સુભાષ જાટને ઝડપી લીધા હતા.પોલીસે બન્ને આરોપી પાસેથી હિરો કંપનીની અલગ-અલગ મોડલની છ મોટરસાઈકલ જેની કુલ કિં.રૂા.1,70,000 કબજે લીધી હતી.આમ મુંદરા પોલીસ મથકે નોંધાયેલા પાંચ અને ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા એક એમ કુલ છ વાહનચોરીના ભેદ મુંદરા પોલીસે ઉકેલી લીધા છે. આરોપી પુરણસિંઘ સામે અગાઉ પણ વાહનચોરીનો ગુનો  નોંધાયેલો છે.આ કામગીરીમાં મુંદરાના પી.આઈ.એમ.આર.શકોરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.વી.ડાંગર તથા સર્વેલન્સ સ્ટાફ જોડાયો હતો.

Ram Katha

Vyapar Utsav

Panchang