ગાંધીધામ, તા.28 : કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં
દેશભરનાં રાજ્યોના લોકો વસવાટ કરતા હોવાથી
ભારતનાં દરેક રાજ્યના તહેવારોની ઉમંગે ઉજવણી કરાય છે.લઘુ ભારત તરીકે ઓળખાતાં ગાંધીધામમાં નોકરી માટે
આવેલા દક્ષિણ ભારતના લોકો દ્વારા 48 વર્ષ પૂર્વે નિર્મિત અયપ્પા મંદિરના વાર્ષિકોત્સવની ધામધૂમથી
ઉજવણી કરવામાં આવી રહી છે.આ ઉત્સવ અંતર્ગત ભગવાન અયપ્પાએ હાથી ઉપર સવાર થઈને ગાંધીધામમાં
નગરચર્યા કરી હતી.આ દરમ્યાન દક્ષિણ ભારતની સંસ્કૃતિનો અનેરો માહોલ છવાયો હતો.શહેરના સેકટર-1
0pt;line-height:115%;font-family:
"Shruti",sans-serif;mso-bidi-language:GU">ખાતે આવેલાં અયપ્પા મંદિરના વાર્ષિકોત્સ્વની
ઉજવણીનો ગુરુવારથી આરંભ થયો હતો.આ અંતર્ગત
આજે ગાંધીધામના ઝંડાચોક સ્થિત સત્યનારાયણ
મંદિર ખાતેથી શોભાયાત્રા નીકળી હતી.ભગવાન
અયપ્પા હાથી ઉપર બિરાજમાન થયા હતા.આ શોભાયાત્રામાં દક્ષિણ ભારતના પરંપરાગત વાદ્યો
ગુંજી ઊઠયા હતાં, 500 જેટલી મહિલા પંરપરાગત વત્રોમાં સજ્જ થઈ દીવા સાથે જોડાઈ હતી.શોભાયાત્રાનું વિવિધ સંગઠનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ઝંડાચોકથી સાંજે શરૂ થયેલી શોભાયાત્રા દોઢ
કલાક સુધી મુખ્ય બજારમાં જ ફરી હતી.ત્યારબાદ જૂની કોર્ટ રોડ, ટાગોર રોડ,ઓસ્લો સર્કલ
સહિતના વિસ્તારોમાં ફરીને અયપ્પા મંદિર પરત ફરી હતી.આ દરમ્યાન ભગવાન શ્રીરામ,
સીતા, લક્ષ્મણ, હનુમાન,
અયપ્પાની વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બની હતી.સમગ્ર આયોજનમાં અયપ્પા સેવા સમિતિ ટ્રસ્ટના પ્રમુખ સી.એમ.મુરલીધરન,ઉપપ્રમુખ રવિ નાયર, મંત્રી સાથીયન પેટીમપુલ્લી, જોઈન્ટ સેક્રેટરી દેવરાજ સી.,ખજાનચી વિનોદ પિલ્લઈ, સંયુક્ત ખજાનચી એમ.એસ.સુરેશ,
પીઆરઓ રમેશ નાયર વિગેરે સહયોગી રહ્યા હતા.