• રવિવાર, 29 નવેમ્બર, 2026

મુન્દ્રા ગાંધીધામ હાઇ-વે પર ગાંડા બાવળોનું સામ્રાજ્ય !

વોવાર, (તા.મુન્દ્રા), તા.28 :  મુન્દ્રા-ગાંધીધામ હાઇ-વે પર ગાંડા બાવળોનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે.જેને લીધે અકસ્માતની ભિતી સર્જાઈ છે.જાગૃત નાગરિકોએ જણાવ્યું કે, મુન્દ્રા ગાંધીધામ હાઇવે સતત નાના તેમજ મોટા વાહનોથી ધમધમતો રહે છે.અહીંથી ખાનગી પેસેન્જર વાહનો તેમજ એસટી બસો પણ મોટા પ્રમાણમાં નીકળે છે ત્યારે આ ગાંડા બાવળોને કારણે વાહન ચાલકોને સતત ભયના ઓથાર તળે પસાર થવું પડે છે.જવાબદાર તંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી જાગતું જ નથી.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દિવસે તો સમસ્યા છે જ પણ રાત્રે આ સમસ્યા વધુ ભયજનક બની જાય છે. ફૂલ લાઈટોમાં આવતા વાહનો અને આ બાવળો જોખમ ઊભું કરે છે.આ બાવળો સફેદ પટ્ટી સુધી પહોંચી આવ્યા છે, છતાં તંત્રને કંઈ પડી નથી અને બેદરકારી નિર્દોષ લોકોનો ભોગ લે તે પહેલાં આ મોખા રોડથી લઈને તુણા ચોકડી સુધી બાવળ કટીંગ કરાય એવી માગણી છે.બંને બાજુએ આ બાવળોને કારણે રોડ ક્રોસ કરતાં વન્યજીવો દેખાતા નથી અને વાહનો સાથે તેમની ટક્કર થઈ જાય છે.ભૂતકાળમાં આ બાવળોને કારણે અકસ્માતો પણ થયેલા છે.ભવિષ્યમાં કોઈ મોટી અકસ્માતની ઘટના ન ઘટે એ પહેલાં  કામ થાય એવી પ્રખર લોક માંગણી છે.(તસવીર- અહેવાલ/ માણેક ગઢવી) 

Ram Katha

Vyapar Utsav

Panchang