• રવિવાર, 29 નવેમ્બર, 2026

વનતંત્રની રખાલો પશુઓના ચરિયાણ માટે ખુલ્લી મૂકો

ભુજ, તા.28 : કચ્છ જિલ્લામાં આ વર્ષે પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડવાના કારણે ઘાસ અને પાણીની સમસ્યા વિકટ બની રહી છે ત્યારે અછતની જાહેરાત થયા બાદ પશુપાલકો માટે પાણી-ઘાસચારાની વ્યવસ્થા ઉપલબ્ધ કરવા તેમજ વન વિભાગ હસ્તકની રખાલો પશુઓના ચરિયાણ માટે ખુલ્લી મૂકવા ભુજના ધારાસભ્ય કેશુભાઇ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને વન-પર્યાવરણ વિભાગના મંત્રી અર્જુન મોઢવાડિયાને લેખિત રજૂઆત કરી છે.ધારાસભ્ય કેશુભાઇએ કરેલી રજૂઆતમાં જણાવ્યાનુસાર કચ્છ જિલ્લો ખેતી-પશુપાલન આધારિત છે.વરસાદના અભાવે પાણી-ઘાસની તંગી ઊભી થઇ છે.નર્મદા આધારિત પાણીની વ્યવસ્થા પણ પશુધનની જરૂરિયાત પહોંચી વળવા પૂરતી નથી.વરસાદના અભાવે ઘાસનું ઉત્પાદન થવાના કારણે બજારમાં ઘાસચારો સરળતાથી મળતો નથી.માલધારીઓ માટે પશુઓનો નિર્વાહ કરવો મુશ્કેલ બન્યો છે ત્યારે ધારાસભ્યે વન વિભાગની રખાલો પૈકી જ્યાં ઘાસચારો ઉપલબ્ધ હોય તેવા વિસ્તારમાં પશુઓના ચરિયાણ હેતુ આ જમીનને ખુલ્લી કરવાની ભારપૂર્વકની માગણી કેશુભાઇએ મુખ્યમંત્રી અને વન-પર્યાવરણ મંત્રીને કરી છે.અગાઉ અપૂરતા વરસાદના કારણે સર્જાયેલી અછતની સ્થિતિ સમયે પશુઓના હિતમાં આવા વિસ્તારો ચરિયાણ માટે ખુલ્લા મૂકવાનો નિર્ણય લેવાયો હતો.વર્તમાન સમયે તાત્કાલિક અસરથી આ નિર્ણય લેવામાં આવે તો પશુપાલકો અને તેમના પશુધનને મોટી રાહત થાય તેમ છે. જિલ્લામાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તે માટે તાકીદે નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang