• રવિવાર, 29 નવેમ્બર, 2026

`કોરોના વેક્સિનની આડઅસરો હતી...' માર્ક બાદ મસ્કે પણ કબૂલ્યું

વોશિંગ્ટન, તા.28 : કોવિડ-19 રસીની સંભવિત આડઅસરને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે ઇલોન મસ્કે મોટું નિવેદન આપ્યું છે.તેમણે `એક્સ' પ્લેટફોર્મ પર એક વીડિયો રિપોસ્ટ કરીને ` 0pt;line-height:115%;font-family: "Shruti",sans-serif;mso-bidi-language:GU">ઢા' (હા) લખ્યું છે, જેનાથી તેમણે મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગની વાત સાથે સહમતી દર્શાવી છે.આ વીડિયોમાં ઝુકરબર્ગે કોરોનાના રસીકરણ કાર્યક્રમ દરમિયાન સંભવિત આડઅસરની વાતો છુપાવવા માટે અમેરિકન સરકાર તરફથી દબાણ કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.સોશિયલ મીડિયા પર કોવિડ રસીની આડઅસર અંગે અવારનવાર વિવિધ દાવા થતા રહે છે.હવે મસ્કનાં આ પગલાંથી આ સમગ્ર વિવાદને વધુ વેગ મળ્યો છે.એક યુઝરે ઝુકરબર્ગના પોડકાસ્ટ ઇન્ટરવ્યૂનો સંદર્ભ આપીને પોસ્ટ કરી હતી, જેમાં રસીની આડઅસર સંબંધિત માહિતી હટાવવા માટે મેટા પર દબાણ થયાનો દાવો કરાયો હતો.શનિવારે સવારે ઇલોન મસ્કે `એક્સ' પર માર્ક ઝુકરબર્ગના જૂના ઇન્ટરવ્યૂનો વીડિયો શેર કરીને `ઢા' લખ્યું હતું.તેમનો આ રિપોસ્ટ ઝુકરબર્ગની વાતને સમર્થન આપતો માનવામાં આવી રહ્યો છે.વીડિયોમાં ઝુકરબર્ગ રસીકરણની સંભવિત આડઅસર અંગે વાત કરતા જોવા મળે છે અને તેમણે આ બાબત અમેરિકન સરકારના વલણના સંદર્ભમાં કહી હતી.વર્ષ 2025માં એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન માર્ક ઝુકરબર્ગે કોરોનાકાળમાં કન્ટેન્ટ મોડરેશન અંગે મહત્ત્વની વાતો કરી હતી.ઝુકરબર્ગના જણાવ્યા મુજબ, રસીકરણ અભિયાનને આગળ વધારતી વખતે અમેરિકન વહીવટીતંત્ર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર દબાણ કરવામાં આવ્યું હતું.તેમણે આરોપ મૂક્યો હતો કે, રસીની સંભવિત આડઅસરનો ઉલ્લેખ કરતી સામગ્રી પણ હટાવવા માટે કહેવામાં આવ્યું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang