• રવિવાર, 29 નવેમ્બર, 2026

બાડાના એકલવાયા યુવાને મૂંગા જીવોની સેવામાં સમર્પિત કર્યું જીવન

બાડા (તા.માંડવી), તા.28 : ચોમાસાની હેલી હોય કે,ઉનાળાનો પ્રખર તાપ હોય તેમ છતાં ગામનો સીમાડો ખૂંદી પશુ-પક્ષીઓની જઠરાગ્નિ ઠારતા બાડાના યુવાને એકલવાયું જીવન સંપૂર્ણ અબોલા જીવોની સેવામાં સમર્પિત કરી નાખ્યું છે.બાડા ગામના મોહન ગઢવી ચોમાસામાં ધોધમાર વરસાદ હોય, ઉનાળાનો આકરો તાપ હોય કે, શિયાળાની થીજવતી ઠંડી હોય તેઓ પ્રતિકૂળ હવામાનમાં પણ સીમાડે જવાનું અને મૂંગા પશુ, પક્ષીઓની પૂછા કરવાનું કયારેય ચુકતા નથી.સીમાડામાં ભટકતા શ્વાનો, શિયાળ, બિલાડાને રોટલો, માછલીઓને દાણા, પક્ષીઓને ચણ નાખી પશુ, પક્ષીઓ પ્રત્યેની કરૂણા, નિ:સ્વાર્થ સેવા ભાવનાને જીવનનો અભિન્ન અંગ બનાવી દીધો છે.તાજેતરમાં તેમણે 1.75 0pt; line-height:115%;font-family:"Shruti",sans-serif;mso-bidi-language:GU">લાખનું ગૌસેવાના લાભાર્થે અનુદાન આપી અનોખી મિશાલ કાયમ કરી છે.પોતે એકલા રહેતા હોવા છતાં આંગણામાં ગાયનું પાલન પોષણ કરવું, વધારાનું દૂધ ફળિયામાં કૂતરા, બિલાડા, ખિસકોલી, નોળિયા જેવા નિરાધાર જીવો સુધી પહેંચાડી અબોલ જીવોને પોતાનો પરિવાર બનાવી દીધો છે.

Ram Katha

Vyapar Utsav

Panchang