મોટા ભાડિયા (તા.માંડવી),
તા.28 : તાલુકાના
ગુંદિયાળી નજીક આવેલા તીર્થધામ ધ્રબુડીમાં પાંચ કરોડથી વધારાના ખર્ચે નૂતન ભોજનાલય
અને યાત્રિક નિવાસના નિર્માણ કાર્ય સંદર્ભે ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી.ભૃગુઆશ્રમ ધ્રબુડી
તીર્થધામ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદભાઈ ગોર, ઉપપ્રમુખ મણીલાલભાઈ અમૃતિયા (પટેલ), મંત્રી અરવિંદ મોતા,
ટ્રસ્ટીઓ પચાણભાઈ સંઘાર, નટુભા જાડેજાએ જણાવ્યું
હતું કે અહીં દિનબદિન યાત્રિકોની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે આ સ્થળનો તીર્થધામ
સાથે પ્રવાસનની દ્રષ્ટિએ પણ વિકાસ કરવો અનિવાર્ય હોઇ તે હેતુથી અને અહીં આવતા યાત્રાળુઓની
સુખાકારીમાં વધારો થઈ શકે તેવા આશય સાથે પરિસરમાં જ આધુનિક સુવિધાઓથી સંપન્ન 100 ફુટ બાય 60 ફુટની લંબાઈ પહોળાઈ ધરાવતા
નિર્માણ પામનારા ભોજનાલયની ઉપરના પ્રથમ માળે ભાવિકોની જરૂરિયાતને સંતોષી શકે તેવા
0pt;line-height:115%;mso-ascii-font-family:Calibri;
mso-hansi-font-family:Calibri;mso-bidi-font-family:Calibri;mso-bidi-language:
GU">12 જેટલા ફુલ ફર્નિશ્ડ અને એર
કન્ડિશન ની સગવડ ધરાવતા રૂમનું પણ નિર્માણ કરાશે.ભોજનાલયમાં 1000 જેટલા માણસો એક સાથે પ્રસાદ
લઈ શકે તેવી ગોઠવણ કરાઈ છે ઉપર એક મોટા સત્સંગ હોલનું પણ નિર્માણ કરાશે અહીં આવતા યાત્રાળુઓને
યજ્ઞ કરાવવો હોય, કથા કરાવવી
હોય કે અન્ય કોઈ પણ પ્રસંગોની ઉજવણી કરવાની હોય તો આ સ્થળે સારી રીતે થઈ શકે તે માટેનું
આયોજન હાથ ધરાયું છે.એકાદ વર્ષના સમયગાળામાં વૈભવી સગવડો ધરાવતતો આ પ્રકલ્પ સાકાર
થવાનો અંદાજ વ્યક્ત કરાયો હતો.