• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

કચ્છી નિર્માતાની ડોક્યુમેન્ટરી આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ માટે નામાંકિત

રવીન્દ્ર સંઘવીનાં નિર્માણ તળે બનેલી ડોક્યુમેન્ટરીનું 27મીએ ગોવામાં ક્રીનિંગ કરાશે

ભુજ, તા. 18 : કચ્છી નિર્માતા અને જાણીતા સામાજિક અગ્રણી રવીન્દ્રભાઈ સંઘવીની ડોકયુમેન્ટરી ડેમોગ્રાફી ઈઝ ડેસ્ટની ગોવામાં યોજાનારા 57મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ માટે નોમિનેટ એટલે કે નામાંકિત થઈ છે. આઈએફએફટીને મળેલા 325 નામાંકનમાંથી કચ્છી નિર્માતાની આ ડોક્યુમેન્ટરીએ 20 શ્રેષ્ઠ ફિલ્મોમાં સ્થાન મેળવ્યું છે. વધતી વસ્તી અને બદલાતા સમીકરણોને આવરી લેતી આ ડોક્યુમેન્ટરીમાં મહત્ત્વની બાબતોને સુનિયોજિત રીતે વણી લેવામાં આવી છે. મૂળ વાગડના વતની એવા કચ્છી નિર્માતા રવીન્દ્ર સંઘવીની આ ડોક્યુમેન્ટરી ડેમોગ્રાફી ઈઝ ડેસ્ટનીનું દિગ્દર્શન જાણીતા નિર્દેશક કામાખ્યા નારાયણસિંહે કર્યું છે. કામાખ્યા નારાયણસિંહ કેરાલા સ્ટોરી સહિતની 200થી વધુ ડોક્યુમેન્ટરીનું દિગ્દર્શન કરી ચૂક્યા છે. ગોવામાં 20થી28 નવેમ્બર દરમિયાન યોજાનારા 57મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં રવીન્દ્ર સંઘવીની ડેમોગ્રાફી ઈઝ ડેસ્ટની ડોક્યુમેન્ટરી 27મી નવેમ્બરના ક્રીનિંગ કરવામાં આવશે. બપોરે 12.45 કલાકે આ ડોક્યુમેન્ટરીનું ક્રીનિંગ ઈનોજા ઓડી ઓલ્ડ જીએમસી બિલ્ડિંગ પણજી ખાતે કરવામાં આવશે. જાણીતા ફિલ્મ નિર્દેશક અને 57મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલના ફેસ્ટિવલ ડાયરેક્ટર આશુતોષ ગોવારીકરે પત્ર લખીને આ અંગે શ્રી સંઘવીને વિધિવત જાણ કરી છે. ાંધનીય છે કે, શ્રી સંઘવીની આ ડોક્યુમેન્ટરી મુંબઈ ખાતે યોજાયેલા મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ આ નોન ફીચર ફિલ્મ પસંદગી પામી હતી. આ ડોક્યુમેન્ટરીમાં ઘટતા પ્રજનન દર, ગેરકાયદે ઘૂસણખોરી, વસ્તી વિષયક ફેરફારોની તુલનાત્મક ચર્ચા સાથે રાષ્ટ્રીય સુરક્ષા, ભવિષ્યના પડકારો અને અભ્યાસુઓના ઈન્ટરવ્યૂ પણ સામેલ કરવામાં આવ્યા છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd