ડીપી વર્લ્ડ દ્વારા 'ONE'
શાપિંગ સર્વિસ જોડે આરંભ
મુંદરા, તા. 18 : ઇન્ડસ્ટ્રીયલ
હબ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર)ના નિકાસકારોને એક મહત્ત્વની સુવિધા આપતા પગલાંમાં
ડીપી વર્લ્ડે દેશના મહત્ત્વનાં નિકાસ ગેટ ગણાતા મુંદરા પોર્ટ સાથે જોડતી સમર્પિત નિકાસ
રેલ ફ્રેઇટ સેવા શરૂ કરી છે. આમ, મુંદરા ડીપી વર્લ્ડના ઇનલેન્ડ
કાર્ગો ડેપો સાથે રેલવેથી સીધું જોડાશે. ડીપી વર્લ્ડે વિશ્વની ટોચની કન્ટેઈનર શાપિંગ
સર્વિસ કંપની ઓશન નેટવર્ક એક્સપ્રેસ (ONE) માટે શરૂ કરેલી આ ડેડિકેટેડ
ફ્રેઇટ કોરિડોર (DFC) પર કાર્યરત, આ સેવા
પ્રતિ રૂટમાં 180 TEUs સુધીની ક્ષમતા સાથે શેડયુલ કરેલ રેલ પ્રસ્થાનો
પ્રદાન કરે છે. આંતરિક કાર્ગો હબને સીધા મુંદરા બંદર સાથે જોડતા નિકાસકારોને કાર્ગો
કાર્યક્ષમ રીતે ખસેડવા અને વૈશ્વિક બજારોમાં વધુ પહોંચ મેળવવામાં અનુકૂળતા મળશે. આ
સેવા પાણીપત, પાલી અને મોદીનગર ખાતે ડીપી વર્લ્ડના ઇનલેન્ડ
કન્ટેનર ડેપો દ્વારા એનસીઆર અને મુંદરા પોર્ટ વચ્ચે સમર્પિત રેલ કનેક્ટિવિટી સાથે ઓશન
નેટવર્ક એક્સપ્રેસ પ્રદાન કરે છે. એનસીઆરથી મુંદરા સુધી અઠવાડિયામાં બેવારની આ નિકાસ
સેવા જહાજના સમયપત્રક સાથે સંકલિત છે, જેથી કાર્ગો હિલચાલ અને
સમુદ્રી શાપિંગ સેવાઓ વચ્ચે વધુ સારું સંકલન પૂરું પાડી શકાય. ડીપી વર્લ્ડના સબ કોન્ટિનેન્ટ (ભારત)ના કન્ટ્રી
મેનેજર હેમંતકુમાર રૂઈયાએ જણાવ્યું કે, `ઓટોમોટિવ, ઔદ્યોગિક માલ, એફએમજીસી અને કાપડના મુખ્ય ઉત્પાદન અને
નિકાસ કેન્દ્ર તરીકે એનસીઆર પ્રદેશને વૈશ્વિક બજારોમાં સીમલેસ એક્સેસની જરૂર છે. ઓશન
નેટવર્ક એક્સપ્રેસ માટે અમારી સમર્પિત રેલ સેવા દ્વારા, અમે આંતરિક
ઉત્પાદન કેન્દ્રો અને આંતરરાષ્ટ્રીય શાપિંગ નેટવર્ક વચ્ચેની કડીને મજબૂત બનાવી રહ્યા
છીએ.' ઓશન નેટવર્ક એક્સપ્રેસ ખાતે ભારતના મેનાજિંગ ડિરેક્ટર માસાહિરો
સાકીકુબોએ જણાવ્યું કે, આ ભાગીદારી ગ્રાહકોને વધુ કનેક્ટેડ અનુભવ
પ્રદાન કરવા માટે અમારા વૈશ્વિક શાપિંગ નેટવર્ક અને ડીપી વર્લ્ડની આંતરિક લોજિસ્ટિક્સ
ક્ષમતાઓને એક સાથે લાવે છે.