• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

લઘુતમ પારો અડધોથી બે ડિગ્રી ગગડયો

વહેલી સવારે કચ્છમાં ગુલાબી ઠંડીની ચમક યથાવત્

ભુજ, તા. 18 : હવામાન વિભાગે કરેલા પૂર્વાનુમાન અનુસાર કચ્છમાં લઘુતમ પારો અડધોથી બે ડિગ્રી ગગડતાં વહેલી સવારના અરસામાં ગુલાબી ઠંડીની ચમક જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં જળવાયેલી રહી હતી. આગામી ત્રણ દિવસ દરમ્યાન લઘુતમ તાપમાનમાં ઘટાડાનો આ દોર જારી રહેવાની આગાહી કરાઇ છે. જિલ્લા મથક ભુજ સહિતના વિસ્તારોમાં સવારના ભાગે આકાશમાં વાદળોની અવર-જવર જોવા મળતાં ધૂંધળો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લામાં વિશેષ રીતે સવારના સમયે ખુશનૂમા હવામાન અનુભવાયું પણ બપોરના સમયે વાતાવરણમાં ઉષ્ણતા વધેલી જોવા મળી હતી. નલિયામાં 34 ડિગ્રી મહત્તમ સામે 19 ડિગ્રી લઘુતમ, ભુજમાં 35 ડિગ્રી મહત્તમ સામે 22 ડિગ્રી લઘુતમ, કંડલા (એ.)માં 34.5 ડિગ્રી મહત્તમ સામે 19.9 ડિગ્રી લઘુતમ, જ્યારે કંડલા પોર્ટમાં 34.5 ડિગ્રી મહત્તમ સામે 23 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં ડિસા બાદ નલિયા અને કંડલા (એ.) અનુક્રમે બીજા-ત્રીજા નંબરના ઠંડા મથક બન્યા હતા. કારતક માસ અડધો વીતવાના આરે હોવા છતાં ઠંડીની પકડ જોઇએ તેવી ન જામતાં હવામાનશાત્રીઓ પણ અચરજભરી સ્થિતિમાં મુકાયા છે. હવામાનશાત્રીઓના મતે અલ નીનોની અસર અને વારંવાર સર્જાતા ચક્રાવાતના કારણે શિયાળાનું આગમન પાછળ ઠેલાયું છે. જો કે, પશ્ચિમી વિક્ષોભ સક્રિય થતાં આગામી દિવસોમાં ઠંડી પકડ જમાવે તેવી આશા બંધાઇ છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd