• બુધવાર, 18 નવેમ્બર, 2026

કચ્છની યુવતીએ ભરતનાટયમમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો

અંડમાનમાં આયોજિત આંતર સાંસ્કૃતિક કલા મહોત્સવમાં મેળવી સફળતા

કોયડા, તા. 17 : ગાંધીધામની રહેવાસી મનીષાબેન અને જયંતિભાઈ (કુણાલ) આહીરની પુત્રી મૃણાલી આહીરે અંડમાન ખાતે યોજાયેલી 16મી આંતર-સાંસ્કૃતિક કલા મહોત્સવની નૃત્ય સ્પર્ધામાં ભરતનાટયમ એકલ નૃત્યની જુનિયર કક્ષામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સુવર્ણચંદ્રક જીતી કચ્છ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. અગાઉ પૂણે ખાતે યોજાયેલી 22મી રાષ્ટ્રીય કલા મંચની રાષ્ટ્રીય નૃત્ય સ્પર્ધામાં ભરતનાટયમ એકલ નૃત્યની જુનિયર કક્ષામાં પ્રથમ ઈનામ મેળવવાની સિદ્ધિ બદલ આ સન્માન એનાયત કરવામાં આવ્યું  હતું. મૃણાલીએ પોતાની આ સફળતા દ્વારા ગાંધીધામની જી.ડી. ગોએલ્કા ઈન્ટરનેશનલ સ્કૂલનું નામ પણ રોશન કર્યું છે. તેઓ નૃત્યાલય શાત્રીય નૃત્ય સંસ્થામાં ગુરુ સુમા મહોન મેડમના માર્ગદર્શન હેઠળ ભરતનાટયમની તાલીમ મેળવી રહ્યાં છે. નાની વયે શાત્રીય નૃત્યક્ષેત્રે મેળવેલી આ સફળતા અન્ય બાળ પ્રતિભાઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd