• બુધવાર, 18 નવેમ્બર, 2026

મોદી કડક માણસ : ટ્રમ્પે કર્યા વખાણ

નવી દિલ્હી, તા.17: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યા છે. ક્વાડ સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે તેમની બાજુમાં ઊભા હતા, ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે મોદી એક મજબૂત-કડક વ્યક્તિ છે. ત્યારબાદ ટ્રમ્પે જાપાનનાં વડાપ્રધાન સાના તાકાઇચી તરફ ઈશારો કરીને કહ્યું હતું કે, અને તેઓ કદાચ તેનાથી પણ વધુ મજબૂત હોઈ શકે છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આજની બેઠકથી ક્વાડ વધુ મજબૂત બનશે. તેમણે જણાવ્યું હતું કે આ મુલાકાત ભવિષ્ય માટે મજબૂત પાયો તૈયાર કરશે. આ બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝ અને જાપાનનાં વડાપ્રધાન સાના તાકાઇચી ભાગ લઈ રહ્યાં છે. ક્વાડ નેતાઓ સાથેની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત માટે ક્વાડ એક રચનાત્મક અને વિશ્વસનીય ભાગીદારી છે. દરિયાઈ સુરક્ષાથી લઈને વિશ્વસનીય સપ્લાય ચેઇન સુધી, નવી ટેક્નોલોજીથી લઈને આપત્તિ વ્યવસ્થાપન સુધી, અમારો સતત પ્રયાસ રહ્યો છે કે ક્વાડ વિશ્વસનીય ઉકેલો પૂરા પાડે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તમામ નેતાઓને મળીને મને ખૂબ આનંદ થયો છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd