રાજપૂત સમાજ ભુજે નૂતન વર્ષ સ્નેહમિલન યોજ્યું
ભુજ, તા. 17 : રાજપૂત
સમાજ દ્વારા યુવક મંડળ અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે સમાજના સ્નેહ, એકતા, સંગઠન અને ભાઇચારાને વધુ મજબૂત બનાવવાના હેતુથી
સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું હતું. વિશેષ મહેમાન તરીકે નિવૃત્ત એસ.પી. સાબરમતી
સેન્ટ્રલ જેલ, અમદાવાદ પરેશ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. સમાજના
પ્રમુખ મહેશભાઇ પરમારે શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું હતું. ઉદબોધન સમાજના સંગઠનનો
વ્યાપ વધારવા પર ભાર મુકયો હતો. કાર્તિક અંતાણી સાથે મ્યુઝિકલ હાઉઝીનું આયોજન કરવામાં
આવ્યું હતું. વિજેતા જ્ઞાતિજનોને ભવાનજી પરમાર, શીતલબેન મકવાણા,
હિરેન જે. રાઠોડ, પ્રેમજીભાઇ રાઠોડ, ઇશ્વરભાઇ રાઠોડ, ડો.રોબિનસિંહ રાઠોડ, રાજુભાઇ પરમાર, રમેશભાઇ પરમાર, કાઉન્સિલર મનીષાબેન ધવલરાજ સોલંકી વગેરેના હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા
હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે અનિલ સોલંકી,મહેશ રાઠોડ,
કૌશિકભાઈ ચાવડા, દિનશભાઈ રાઠોડ, પ્રકાશ સોલંકી, પરેશભાઈ રાઠોડ, સચીન ગોહિલ, નાનજી ધલ, ભરત પરમાર,
હિતેશ ડુડિયા, હરેશ આમર, સન્ની ગોહિલ, હર્ષદ ગોહિલ, મયુર
ઝાલા, દીપેશ રાઠોડ, જય ચૌહાણ, મૌલિક સોલંકી, એન્જલ બાયડ, જયદેવ
દારાડ, ધૈર્ય પરમાર, રૂશી રાઠોડ,
વિવેક રાઠોડ તેમજ સમાજના યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. સંચાલન ભુજ
રાજપૂત સમાજના મંત્રી અમિતભાઇ રાઠોડે કર્યું હતું.