• બુધવાર, 18 નવેમ્બર, 2026

કચ્છના વેલ્યુઅર્સનું સંકલન વધારવા પ્રથમ વખત એસોસીએશન રચાયું

મિકેનિકલ વેલ્યુઅર્સ પણ સભ્ય બની શકશે

ભુજ, તા. 17 : કચ્છ જિલ્લાના મિલકત વેલ્યુઅર્સને એક મંચ પર લાવી તેમના વ્યાવસાયિક હિતોનું જતન કરવા, પરસ્પર સંકલન વધારવા તથા મૂલ્યાંકન ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી વેલ્યુઅર્સ એસોસીએશન ઓફ કચ્છની પ્રથમ વખત સ્થાપના કરાઇ છે. વર્ષ 2026થી 2031ના સમયગાળા માટે નવા હોદ્દેદારોની વરણી કરાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જમીન અને મકાનનાં મૂલ્યાંકન સાથે સંકળાયેલા વેલ્યુઅર્સ તેમજ મિકેનિકલ વેલ્યુઅર્સ પણ આ એસોસીએશનના સભ્યો બની શકશે. એસોસીએશનના ચેરમેન સંજયભાઇ દેસાઇ, વાઇસ ચેરમેન નૈલેશભાઇ શાહ, મંત્રી મિત્તલભાઇ સંઘવી, સહમંત્રી ધર્મેશભાઇ વોરા, ખજાનચી જિજ્ઞેશભાઇ જૈન, સહખજાનચી રાજેશભાઇ પંજવાનીની વરણી કરાઇ છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અતુલભાઇ મહેતા, કમલેશભાઇ ઠક્કર, મહેશભાઇ સંઘવી, હરીશભાઇ ટેકચંદાનીની વરણી કરાઇ છે. કચ્છના તમામ વેલ્યુઅર્સને જોડાવા માટેનો સામૂહિક મંચ ઉપલબ્ધ થતાં તેની સ્થાપના સાથે 19 વેલ્યુઅર્સ સભ્ય તરીકે જોડાયા છે.આ પ્રસંગે આગામી સમયમાં કચ્છના વધુ  વેલ્યુઅર્સને આ સંગઠન સાથે જોડીને મૂલ્યાંકન ક્ષેત્રને વધુ સંગઠિત અને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યકત કરાયો હતો. વ્યાવસાયિક પ્રશ્નો અંગે ચર્ચા, મૂલ્યાંકન ક્ષેત્રમાં નવીનત્તમ જાણકારીનું વિનિમય વિગેરે કાર્યો માટે એસો. મહત્ત્વની ભૂમિકા ભજવશે તેવી આશા વ્યકત કરાઇ છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd