રતનાલમાં પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરના ઉપક્રમે
યોજિત સ્નેહમિલનમાં અગ્રણીઓની ઉપસ્થિતમાં કચ્છી સંસ્કૃતિની ઝલક
અંજાર, તા. 15 : અદના
આદમીની ચિંતા સેવા સાથે અને રાષ્ટ્ર નિર્માણની
ભાજપની વિચારધારા થકી કચ્છ સૌથી વિકસિત જિલ્લો બન્યો છે તેવો સૂર રતનાલમાં ગુજરાત સરકારના
પૂર્વ રાજ્યમંત્રી અને અંજાર ધારાસભ્ય વાસણભાઈ આહીરના ઉપક્રમે આયોજિત પરંપરાગત સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ વ્યક્ત
કર્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વચ્યુર્અલી ઉપસ્થિત રહીને કચ્છીઓને
નૂતનવર્ષની શુભેચ્છા પાઠવી હતી. કચ્છના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ
હોવાની તેમણે ખાતરી આપી હતી. મુખ્ય અતિથિ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી ગિરિરાજસિંહે
પોતાની આગવી શૈલીમાં ઉદ્બોધન આપતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદાનાં નીરને કચ્છ પહોંચાડીને સમગ્ર પંથકને નંદનવન
બનાવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. શ્રી મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની
ડબલ એન્જિનની સરકારે કચ્છના વિકાસ માટે કરેલાં
કાર્યેની તેમણે ભરપૂર સરાહના કરી હતી. પૂર્વ કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી હંસરાજ આહીરે
1965નાં
યુદ્ધમાં માધાપરની વિરાંગનાઓએ કરેલી નોંધપાત્ર દેશભકિતને આવકારી કચ્છની ખમીરવંતા જનતાને
નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. વર્ષો સુધી સત્તામાં રહ્યા હોવા છતાં વાસણભાઈએ પોતાના
પહેરવેશ અને સાદગી હજુ પણ અકબંધ જાળવી રાખી છે. રાજનેતાઓએ પ્રજા સાથે કઈ રીતે જોડાઈ
રહેવું જોઈએ તેની તેમણે શીખ આપી હતી. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તથા ગુજરાત પ્રદેશ
ભાજપના પ્રભારી તેમજ રાજ્યસભાના સાંસદ તરુણ ચુંગજીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને શુભેચ્છા
પાઠવી હતી. ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજીએ કચ્છના લોકોનો ભાજપ પ્રત્યેનો લગાવ અને
વિશેષમાં વડાપ્રધાન પ્રત્યેનો લગાવ જોઈને ધન્યતા વ્યક્ત કરી, આ લાગણી અને પ્રેમ અકબંધ રાખવા અનુરોધ કર્યો હતો. પ્રાસંગિક ઉદ્બોધનમાં વાસણભાઈ
આહીરે કહ્યંy હતું કે, છેલ્લાં 46 વર્ષ
સુધી રાજકીય ક્ષેત્રે સાથ અને સહકારને યાદ કરી કચ્છની પ્રજાએ ક્યારે ચૂકવી ન શકાય તેવો
પ્રેમ આપ્યો છે. કચ્છની છ વિધાનસભા પૈકી ચારમાં સેવા કરવાનો અવસર આપવા બદલ ભાજપનો વિશેષ
આભાર વ્યક્ત કર્યો હતો. લોકકલ્યાણ અર્થે અંજાર, ભુજ,
ગાંધીધામ, રતનાલ ખાતે લોકસંપર્ક કાર્યાલય હજુ પણ
કાર્યરત રાખ્યાં છે. તેમણે પ્રજાકીય, સેવાકીય યજ્ઞ ચાલુ રાખવાનો
કોલ આપ્યો હતો. કાર્યક્રમમાં સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, ભગવાનદાસજી મહારાજ, મૂળજીરાજા ડાડા, લક્ષ્મણગિરિ, ભરતદાદા, દેવનાથબાપુ,
રાધેશ્યામ શાત્રી, કૃષ્ણશાત્રી, ભરતદાસજી, દિનેશદાદા, ભાનુપ્રસાદજી
સહિતના સંતો-મહંતોએ ઉપસ્થિત રહીને આશીર્વાદ
આપ્યા હતા. આ વેળાએ પ્રદેશ મહામંત્રી અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે,
સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ
વરચંદ, ધારાસભ્ય કેશુભાઈ પટેલ (ભુજ), માલતીબેન
મહેશ્વરી (ગાંધીધામ), વીરેન્દ્રસિંહ જાડેજા(રાપર), વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, ગાંધીધામ
મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણી,
પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ આહીર, અગ્રણી બાબુભાઈ
હુંબલ, મહેશભાઈ ઓઝા, વી.કે. હુંબલ,
બાબુભાઈ મેઘજી શાહ, અરજણભાઈ કાનગડ, શામજીભાઈ કાનગડ, તેજાભાઈ કાનગડ, ગાંધીધામ ચેમ્બર અને કંડલા ચેમ્બરના પ્રતિનિધિઓ તથા મહેશભાઈ પુંજ, હેમચંદ્ર યાદવ, વસંતભાઈ કોડરાણી, રમેશભાઈ મહેશ્વરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કચ્છી ભોજન
સાથે કચ્છની સંસ્કૃતિ અને વિરાસત તેમજ સામાજિક સમરસતા, સાંસ્કૃતિ
એકતા અને ભાઈચારાની ઝલક જોવા મળી હતી. વર્ષ 1995માં
પ્રથમ વખત ધારાસભ્ય બન્યા બાદ વાસણભાઈ આહીર દ્વારા સ્નેહમિલનની પરંપરાનો આરંભ કરાયો
હતે. લાભપાંચમના દિવસે સતત 30 વર્ષથી
નવા વર્ષે એકમેકને નવા વર્ષની શુભેચ્છાની આપ-લે કરવાની પરંપરા ચાલુ વર્ષે પણ
અકંબધ રાખવામાં આવી હતી. કાર્યક્રમમાં દેશ-વિદેશ ઉપરાંત રાજ્યના જુદા-જુદા જિલ્લામાંથી
મોટી સંખ્યામાં અગ્રણીઓ, સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા.
સંચાલન રણછોડભાઈ આહીરે કર્યું હતું. આયોજનને સફળ બનાવવા માટે ત્રિકમભાઈ, નવઘણભાઈ, હર્ષભાઈ, ગોપાલભાઈ માતા,
મહાદેવાભાઈ આહીર સહિતનાએ સહકાર આપ્યો હતો.