ભુજ, તા. 15 : રાજ્યના
ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર અને રાજ્ય સરકારના કાયદા સચિવ અને નાગર જ્ઞાતિના અગ્રણી પ્રભાકરભાઈ
જાદવરાયભાઈ ધોળકિયાનું અવસાન થતાં શોકની લાગણી ફેલાઈ હતી. જ્ઞાતિના ભૂતપૂર્વ માનદમંત્રી
અવિનાશભાઈ એમ. વૈદ્યએ જણાવ્યું હતું કે, રાજ્યના પ્રધાન
મંડળમાં વિવિધ ખાતાના સચિવ તેમજ સરકારી અધિકારીઓમાં ખૂબ ચાહના મેળવી હતી, સાથે વડનગર મહાદેવ સંસ્થાનના પ્રસંગોમાં પણ રસ લઈ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડતા
હતા. હાટકેશ સેવા મંડળના પ્રમુખ વિભાકરભાઈ અંતાણીએ સંસ્થાને અવારનવાર પ્રોત્સાહિત કરતા
હોવાનું જણાવ્યું હતું. બૃહદ ગુજરાત નાગર સમાજ પરિષદ અમદાવાદના ભાવનાબેન જોડશી,
રોહિતભાઈ પાઠક, જયશ્રીબેન હાથી, વત્સલાબેન શુક્લ, જિતેન્દ્રભાઈ છાયા વિ.એ શ્રદ્ધાંજલિ
અર્પી હતી. અચાનક અમદાવાદ મુકામે થયેલાં અવસાનને નજરસમક્ષી રાખીને હાટકેશ સેવા મંડળ
તરફથી યોજાનારો સ્નેહમિલનનો કાર્યક્રમ રદ કરાયો હોવાનું આશિષભાઈ વૈદ્યની યાદીમાં જણાવાયું
છે.