• સોમવાર, 16 નવેમ્બર, 2026

કચ્છમાં સતત બીજા દિવસે ઝાકળિયો માહોલ

વહેલી સવારે ગુલાબી ઠંડીની ચમક અનુભવાઈ

ભુજ, તા. 15 : કચ્છના અનેક વિસ્તારમાં ગઈકાલે ગાઢ ધુમ્મસની ચાદર છવાયા બાદ સતત બીજા દિવસે ભેજના ઊંચાં પ્રમાણ સાથે ઝાકળિયો માહોલ યથાવત્ રહ્યો હતો. ભુજ સહિત પશ્ચિમ કચ્છમાં સાંજના ભાગે ઓશિયાનાં વાદળો દેખાતાં આગામી દિવસોમાં શિયાળાનું સત્તાવાર આગમન થાય તેવાં એંધાણ મળી રહ્યાં છે. ભુજ, કંડલા (એ.), નલિયા, કંડલા પોર્ટમાં 33થી 35 ડિગ્રી મહત્તમ સામે લઘુતમ પારો 20થી 22 ડિગ્રી નોંધાયો હતો. સવારના ભાગે વાતાવરણમાં શીતળતા અનુભવાઈ તો દિવસ દરમ્યાન માહોલમાં ઉષ્ણતા અનુભવાઈ હતી. આ વખતે કચ્છમાં શિયાળાનું આગમન નિયત સમયથી મોડું થાય તેવાં એંધાણ હવામાનશાત્રીઓ વ્યક્ત કરી રહ્યા છે. અલ નીનોનાં કારણે આ વખતે ઠંડીના દિવસો ઓછા રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd