• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

ઔદ્યોગિક આગમનનો ફાયદો, 84 હજાર યુવાનને રોજગારી

ચન્દ્રશી મહેશ્વરી દ્વારા : ભુજ, તા. 30 : કચ્છમાં ગોઝારા ભૂકંપ બાદ ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસનો વાયરો ફૂંકાયો છે અને ઉદ્યોગો ઉપરાંત પ્રવાસન ક્ષેત્રે રોજગારીની તકો વિપુલ માત્રામાં ઊભી થઈ છે, ત્યારે કચ્છમાં છેલ્લાં ચાર વર્ષ અને આઠ મહિનામાં નોંધાયેલા 89,651 લોકોમાંથી 84,216 લોકોને રોજગારી મળી છે અને 5,435 લોકો હજુ નોકરીની શોધમાંછે. નોંધાયેલા નોકરીવાંચ્છુકોમાંથી સૌથી વધુ ધો.10ના 3,407, ધો.12ના 1739 લોકોનો સમાવેશ થાય છે. જિલ્લા રોજગાર કચેરીના સત્તાવાર સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કચેરીમાં જાન્યુઆરી-2026થી ઓગસ્ટ-2026 સુધીમાં કચ્છમાંથી 4,816 પુરુષ, 1,314 મહિલા મળી કુલ 5,779 લોકોએ નોંધણી કરાવી છે, જેમાં ધો.10ના 3,407, ધો.12ના 1,739, ડિપ્લોમાના 104 અને સ્નાતક થયેલા 529 લોકોએ નોંધણી કરાવી છે, જેમાંથી ધો.10ના 3,216, ધો.12ના 1583, ડિપ્લોમાના 86, સ્નાતક 373 મળી કુલ 5,258 લોકોને રોજગારી મળી છે. જિલ્લામાં વર્ષવાર નોંધાયેલા લોકોના આંકડા પર નજર કરીએ, તો વર્ષ 2022-23માં નોંધાયેલા 25,299માંથી 2055 મહિલા, 23,244 પુરુષ, જેમાં ધો.10ના 2,857, ધો.12ના 19,035, ડિપ્લોમા 367, સ્નાતક 743 નોંધણી થયા હતા, જેની સામે 22,045 પુરુષ, 1,807 મહિલાને રોજગારી મળી છે. 2023-24માં 21,031 પુરુષ, 3,459 મહિલા, જેમાં ધો. 10ના 10,620, ધો.12ના 6,831, ડિપ્લોમાના 1,813 અને સ્નાતક 1,992માંથી 20,033 પુરુષ, 3,115 મહિલાને નોકરી મળી છે. વર્ષ 2024-25માં 17,127 પુરુષ, 2829 મહિલાએ નોંધણી કરાવી છે, જેમાં ધો.10ના 6,628, ધો.12ના 2,143, ડિપ્લોમાના 539 અને સ્નાતક 842 લોકોનો સમાવેશ થાય છે, જે પૈકી 16,039 પુરુષ, 2,558 મહિલાને રોજગારી મળી છે. તે જ રીતે 2025-26ની વાત કરીએ, તો 11,942 પુરુષ, 1,834 મહિલાએ નોંધણી કરાવી છે, જેમાં ધો.10ના 3,316, ધો.12ના 957, ડિપ્લોમાના 36, સ્નાતક 231 લોકો છે. આ વર્ષમાં નોંધણી થયેલા લોકોમાંથી 11,348 પુરુષ અને 1669 મહિલાને નોકરી મળી છે. - 24,922 નિરક્ષર લોકોની નોંધણી : છેલ્લાં ચાર વર્ષ અને આઠ મહિનામાં રોજગારીની શોધમાં રહેલા 24,922 નિરક્ષર લોકોએ રોજગાર કચેરીએ નોંધણી કરાવી છે, જેમાંથી 22,912 લોકોને રોજગારી મળી છે, જ્યારે 2,010 લોકો હજુ ધંધા-રોજગારની શોધમાં છે. - 85 ટકા સ્થાનિક લોકોને નોકરી : નિયમ મુજબ જે કંપની ઉત્પાદન કરતી હોય અને જેમાં 200થી વધુ લોકો કામ કરતા હોય, તેવી કંપનીમાં 85 ટકા સ્થાનિક લોકોને નોકરીએ રાખવાના હોય છે. જો કે, કચ્છના ઉદ્યોગોમાં સ્થાનિક લોકોને રોજગારી અપાતી ન હોવાની રાવ અવાર-નવાર ઊઠતી હોય છે. - હાલમાં 18,618 લોકો નોંધાયેલા : કચ્છમાં વર્તમાન સ્થિતિએ 12,808 પુરુષ અને 5,810 મહિલા મળી કુલ 18,618 લોકો નોંધાયેલા છે. તેવું કચેરીમાંથી  જાણવા મળ્યું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd