• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

કોડાય સહિત 11 ગામના પશુપાલકોને તબક્કાવાર ઘાસ વિતરણ કરાશે

કોડાય (તા. માંડવી), તા. 8 : અહીં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ઘાસડેપોનો પ્રારંભ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયો હતો. કોડાય ઘાસડેપો સહિત કુલ 11 જેટલા ગામ જોડાયેલા છે, જેમાં કાર્ડધારકોને તબક્કાવાર ઘાસનું વિતરણ કરાશે. આ પ્રસંગે શ્રી દવેએ જણાવ્યું હતું કે, આ વર્ષે વરસાદ નબળો રહેવાના કારણે રાજ્ય સરકાર પશુપાલકોની સ્થિતિ અંગે ચિંતિત છે. પશુધનને પૂરતો ઘાસચારો મળી રહે તે માટે સરકાર દ્વારા માંડવી તાલુકામાં 10 જેટલા ઘાસડેપો શરૂ કરવામાં આવ્યા છે. ખેડૂત ભાઈઓને વધુમાં વધુ ઘાસચારાનું વાવેતર કરવા અપીલ કરી હતી. કોડાય ખાતે શરૂ થયેલા આ ઘાસડેપોથી કોડાય સહિત આસપાસના 11 ગામના પશુપાલકોને લાભ મળશે. કોડાય મહાજન દ્વારા સરકારની આ પહેલને અનુમોદન કરાયું હતું. આ પ્રસંગે માંડવી તા. ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, કારોબારી ચેરમેન બળુભા જાડેજા, જિ.પં. સદસ્ય વાલજીભાઈ સંઘાર, કેશવજીભાઈ રોશિયા (દેવપર), ન્યાય સમિતિ ચેરમેન તા.પં. દિનેશભાઈ માતંગ, કોડાય મહાજનના પ્રમુખ અમૂલભાઈ દેઢિયા, તા.પં. સદસ્ય ચંદ્રિકાબેન પારસિયા, જયંતીભાઈ પારસિયા, માવજીભાઈ વેકરિયા, રમેશ પટેલ, એસ.આઈ. મન્સૂરી (વિસ્તરણ અધિકારી), કોડાય ગામના તલાટી રાઘવદાન ગઢવી, રેવન્યૂ તલાટી નારાણ ગઢવી, જીતુભાઈ સાવલા સહિત આગેવાનો તથા  પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન અમૂલભાઈ દેઢિયાએ કર્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd