• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

ચાર કસ્ટમ અધિકારી સસ્પેન્ડ

અમદાવાદ, તા. 8 (અમારા પ્રતિનિધિ તરફથી) : આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરો અને અધિકારીઓ વચ્ચે સંઘર્ષ ટાળવા માટે ફરજ બજાવતા કસ્ટમ વિભાગના અધિકારીઓને બોડી વોર્ન કેમેરા આપવામાં આવ્યા હતા. પરંતુ જેમની સામે સામાન લઈ લેવાનો આક્ષેપ થયો છે તેઓના બોડી વોર્ન કેમેરા બંધ હતા. તેના પગલે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર કસ્ટમ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં બે સુપરિન્ટેન્ડેન્ટ વિનય અરોરા તથા કુલદીપ પાલીવાલ અને બે ઇન્સપેક્ટર ભરત મીણા તેમજ કૌશલકુમારનો સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગયા શુક્રવારે દુબઇથી અમદાવાદ આવેલી ફ્લાઇટના બે મુસાફરોને પૂછપરછો કરવામાં આવી હતી. આ મુસાફરો પૈકી સુરતના પ્રવાસી દ્વારા કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા સામાન લઈ લેવામાં આવ્યો  હોવાની ફરિયાદ કસ્ટમના ઉચ્ચ અધિકારીને ફોન કરીને ફરિયાદ કરવામાં આવી હતી. તેથી ઉચ્ચ અધિકારીએ તેમનુ નિવેદન લીધા બાદ  એરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમ વિભાગના બે સુપ્રિન્ટેન્ડેન્ટ અને બે ઇસ્પેક્ટર ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  કસ્ટમ વિભાગ દ્વારા બનેલી ઘટના અંગે રિહર્સલ કરવામાં આવશે તેમજ સીસીટીવી પણ ચેક કરાશે. જો કોઇ પણ વ્યક્તિ ખોટું બોલતો હશે તો તેમની સામે કસ્ટમ્સ એક્ટ હેઠળ ખોટી માહિતી આપવા બદલ કાર્યવાહી કરવામાં આવશે એટલું જ નહીં જરૂર પડયે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. 

Panchang

dd