ભારતે 7.8 ટકાનો વિકાસદર
હાંસલ કરીને દુનિયાભરમાં પોતાની આર્થિક તાકાતનો પરચો કરાવી દીધો છે, પણ દેશના અર્થતંત્રની આ સફળતાની મીઠાશમાં વિપક્ષી
નેતાગીરીની નકારાત્મક્તા બિનજરૂરી કડવાશ ઘોળી રહી છે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્હીમાં
એક કાર્યક્રમને સંબોધતાં આ મામલે વિપક્ષની આકરી ઝાટકણી કાઢીને કહ્યંy કે, દેશને નબળાં પાડી રહેલાં પરિબળો હવે 7.8 ટકાના વિકાસદરને પચાવી શકતા
નથી. મજબૂત વિકાસદરના સથવારે ભારતે ફરી એકવખત
વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકસતાં અર્થતંત્રનો ગૌરવભર્યો દરજ્જો હાંસલ કર્યો છે ત્યારે આ સફળતાની સામે કોઈપણ સવાલને વિરોધનો આધાર
માનવામાં કોઈને કોઈ બહાના માટે સતત ટાંપીને
રહેતા વિપક્ષી નેતાઓ ફરીવાર મેદાનમાં ઊતર્યા છે. આ વખતે અમુક નિવૃત્ત અમલદારો
અને તેમાં પણ ખાસ તો માજી નાણા સચિવ સુભાષ ચંદ્રાએ આ વિકાસના આ આંકડાને ખોટા ઠેરવીને
વિપક્ષી નેતાઓને વિરોધનું બહાનું આપી દીધું છે. શનિવારે વડાપ્રધાને આ સફળતા અને તે
અંગે વિપક્ષી નેતાઓની પ્રતિક્રિયાની ઝાટકણી કાઢી તે અગાઉ વિકાસદરના પોરસાવે તેવા આંકડા
જાહેર થયા ત્યારે પણ તેમણે નિરાશાવાદીઓને મોટો ઝટકો લાગ્યો હોવાનું કહ્યંy હતું. પોતાના વિદેશ પ્રવાસ દરમ્માન મોદીનો
આ પ્રતિભાવ સીધી રીતે વિપક્ષી નેતાઓ અને તેમાં પણ રાહુલ ગાંધી સામે કટાક્ષ સમાન હતો.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય અર્થતંત્ર મૃતપ્રાય હોવાના દાવાને પણ
વિપક્ષે સમર્થન આપ્યું હતું. નિવૃત્ત અમલદારોએ જીડીપીના આંકડા સામે સવાલ ખડા કર્યા
બાદ કોંગ્રેસે મોદી સરકારની સામે મોરચો ખોલ્યો છે. તેનો દાવો છે કે, વાસ્તવિક વિકાસદર માત્ર 2.6 ટકા જ છે, પણ
આ હાસ્યાસ્પદ દાવો કરતી કોંગ્રેસ વિસરી ગઈ
છે કે, કોરોનાના કપરા કાળ બાદ દેશે જે વિકાસ સાધ્યો છે
તે સૌ કોઈ જાણે છે. વિપક્ષ વિસરી જાય છે કે, વિશ્વ બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેકટર નીલકંઠ મિશ્રા અને અન્ય અર્થશાત્રીઓએ ભારતના
વિકાસના આંકડાને સાચા ઠેરવ્યા છે. તેમણે તથ્યોના
આધારે સરકારના આંકડા સાચા હોવાનો સ્વીકાર કર્યો છે. નીલકંઠ
મિશ્રાના મત મુજબ બે અલગ અલગ શ્રેણીના વિકાસદરના આધારે સરખમણી કરવાનું પાયાના
સ્તરે ખોટું છે. આ ઓછું હોય તેમ જીડીપીના ઉત્સાહજનક
આંકડા સામે આવ્યા બાદ જાપાનની રેટિંગ એજન્સીએ ભારતના સોવરીન રેટિંગને સુધારીને એ
(-) કર્યું છે. આ અગાઉ ભારતનું આ રેટિંગ બી
(+++) હતું. જાપાની એજન્સીના આ રેટિંગની ભારે વિશ્વસનીયતા રહી છે અને તેના આધારે ઘણા
દેશ-વિદેશી રોકાણોને વધારવામાં સફળ રહેતા આવ્યા છે. આ અગાઉ વૈશ્વિક રેટિંગ એજન્સી ફીચ
અને એસએન્ડપીએ પણ ભારતના અર્થતંત્રની મજબૂતી
પર પોતાની મહોર મારી હતી. આ તથ્યોને જોતાં સવાલ એ થાય છે કે, ભૂતપૂર્વ અધિકારીઓ અને કોંગ્રેસના
નેતાઓ અર્થતંત્રના મામલમાં રેટિંગ એજન્સીઓ કરતાં વધુ જાણકારી ધરાવે છે ? સ્પષ્ટ છે કે, વ્યક્તિગત અણગમાને લીધે સરકારના આંકડાને
ખોટી રીતે અર્થઘટનના માપદંડમાં તોળીને ભારતના વિકાસની સિદ્ધિને ઓછી દર્શાવવાનો પ્રયાસ
કર્યો છે. ખેરખર તો દેશે આવા નકારાત્મક પરિબળોને
વધુ એક વખતે ઓળખી લેવાની જરૂરત છે. સાથોસાથ
વિપક્ષી નેતાઓએ પણ દેશની સફળતાથી પોરસાવા અને તેને આનંદ સાથે સ્વીકારવાનો પણ સમય પાકી
ગયે છે.