ભુજ, તા. 8 : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશન
આયોજિત આંતર જિલ્લા અંડર - 16 બે દિવસીય
ક્રિકેટ ટૂર્નામેન્ટની મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ મોરબી ખાતે રમાયેલી મેચમાં કેસીએઁ
ભુજની કચ્છ રૂરલ સામે પ્રથમ ઈનિંગ્સની સરસાઈથી શાનદાર જીત થઈ હતી. ભુજના ફાસ્ટ બોલર
જૈનિક મંગેરિયા અને ગઢવી ધ્રુવરાજની ઘાતક બોલિંગ સામે કચ્છ રૂરલ પ્રથમ દાવમાં માત્ર
42 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં જૈનિકે 8 રનમાં 5 અને ધ્રુવરાજે 3 વિકેટ અને દર્શિલ વરસાણીએ 2 વિકેટ લીધી હતી. ભુજને પ્રથમ દાવમાં 113 રનની સરસાઈ મળી હતી. પ્રિયાંશુ
શુકલાએ 31, ધ્રુવરાજે 27, ધર્મરાજ પંડયાએ 27 અને શ્રેયસ પટેલે 29 રન કર્યા હતા.બીજા દાવમાં પ્લેયર
ઓફ ધ મેચ સુનીલ પિંડોરિયાએ 63 રન આપીને
7 વિકેટ લોધી હતી. સમર્થ સોનીએ 2 વિકેટ લીધી હતી. કચ્છ રૂરલ વતી સીધેશ કપલેએ
67 રન કર્યા હતા. કચ્છ રૂરલ 197 રનમાં ઓલઆઉટ થઈ હતી. દિવસના
અંતભાગમાં ભુજે 1 વિકેટે 25 રન કરતાં મેચ ડ્રો જાહેર થઈ
હતી. કચ્છ ક્રિકેટ એસોશિયેશન ભુજના સહમંત્રી પ્રવીણ હીરાણી, સિલેક્ટર નવલસિંહ જાડેજા અને મહિપતસિંહ રાઠોડ
હાજર રહ્યા હતા. પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા, મંત્રી અતુલ મહેતા
તેમજ હોદ્દેદારો અને સિલેક્ટરોએ અભિનંદન પાઠવ્યા હતા. ટીમ સાથે કોચ તરીકે મહેશભાઈ પંડયા,
ટીમ મેનેજર તરીકે અમિત રાઠોડ જોડાયા હતા.