ગાંધીધામ, તા. 22 : ગાંધીધામ મહાનગરપાલિકાના ફૂડ
વિભાગ દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગની બાજુની હોટેલોમાં ચાકિંગ હાથ ધરીને લગભગ આઠ કિલો
અખાદ્ય સામગ્રી નાશ કરવામાં આવી હતી. આ ઉપરાંત ચાકિંગ દરમિયાન સાફસફાઈના મામલામાં હોટેલ
સંચાલકોને સ્વચ્છતા રાખવા માટેની તાકીદ કરવામાં આવી છે. સુરતની ઘટનાને લઈને ગાંધીધામમાં
હાઇવેની હોટલોનું ચેકિંગ ઉપર હાથ ધરવામાં આવ્યું હતું, ફૂડ વિભાગે છ હોટેલોમાં ચાકિંગ કર્યું હતું
ને દરમિયાન આઠ કિલો ચટણી તથા ગ્રેવી તેમજ અન્ય મસાલા સહિતની અખાદ્ય સામગ્રીનો નાશ કર્યો
હતો, પણ આ પંચરંગી શહેરમાં લગભગ રાજ્યોની વાનગીઓ મળે છે. અને
ખાણીપીણી માટે સાંજના ભાગે લાઈનો લાગે છે, હોટેલ અને રેસ્ટોરન્ટમાં
પણ ટ્રાફિક જોવા મળે છે. આ વચ્ચે સ્વચ્છતા સહિતના નિયમોને નેવે મૂકીને ખાદ્ય સામગ્રી
વેચવામાં આવી રહી હોવાના આક્ષેપો છે,
તે વચ્ચે સતત તપાસ જરૂરી છે
ખાદ્ય સામગ્રીઓમાં ભેળસેળ કરીને વેચવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઊઠે છે
ત્યારે ફૂડ વિભાગ દ્વારા સમયાંતરે તપાસ કરાય છે અને નમૂના લેવાય છે. પરંતુ સતત કાર્યવાહી થાય તે જરૂરી છે. હાલના સમયે
તહેવારો પણ આવી રહ્યા છે ત્યારે વિભાગ દ્વારા અલગ અલગ રેસ્ટોરન્ટ તથા હોટેલો તેમજ મીઠાઈ
અને ફરસાણની દુકાનો તથા જે લારી ફૂડ વેચાય છે તેના નમૂના લેવા જરૂરી છે, જેથી લોકોનાં સ્વાસ્થ્ય સાથે ખીલવાડ થઈ શકે નહીં.