• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

ખાવડા ત્રણ રસ્તા પાસે બાઈકે રાહદારહીને અડફેટે લેતાં સારવારમાં મોત

ભુજ, તા. 22 : ગત તા.11/8ના ખાવડા ત્રણ રસ્તા પાસે બાઈકે પગે જતા ડમ્પર ચાલક એવા મધ્યપ્રદેશના ગયા  મીજાગી યાદવ (ઉ.વ.38)ને અડફેટે લેતાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આજે ખાવડા પોલીસ મથકે મૃતકના ભાઈ જમુના મીજાજી યાદવે લખાવેલી ફરિયાદ મુજબ ગત તા.11/8ના ડમ્પર ચાલક તેનો ભાઈ ગયા ખાવડા પાસે ડમ્પર મુકી ખાવડા ત્રણ રસ્તા પાસે જમવા માટે હોટલે જતો હતો ત્યારે મોટરસાઈકલ નં.જીજે 12 એચઈલ 1295 વાળાના ચાલકે પાછળથી ટક્કર મારતાં માથા તથા પગમાં ઈજા થતાં પ્રથમ ખાવડાની સરકારી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. સારવાર દરમ્યાન આજે તેનું મોત નીપજ્યું હતું. પોલીસે બાઈક ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે.

Panchang

dd