• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

નકલી બિસ્કિટ રાખી છેતરવાના ઈરાદે નીકળ્યો ને પોલીસે પકડયો

ભુજ, તા. 22: માધાપરમાં સોનાંનાં નામે પિત્તળનાં નકલી બિસ્કિટ આપી છેતરવાના પ્રયાસ સાથે નીકળેલા શખ્સને બે દિવસ પહેલાં ઝડપી પાડયો હતો. બે દિવસ પહેલાં માધાપર પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, નખત્રાણાના કોટડા (જ.)નો મૂળ વતની અને હાલ માધાપરના પંકજનગરમાં રહેતો 39 વર્ષીય અમિતકુમાર અમૃતલાલ સોની કોટકનગર ત્રણ રસ્તાથી ઈન્દ્રવિલા સર્કલ તરફ સસ્તું સોનું વેચવાની લાલચ આપી કોઈને છેતરવાના ઈરાદાથી નીકળવાનો છે. તે પોતાના ગ્રે કલરની એક્ટિવા ગાડી નંબર જીજે-12-એચજે-6100ની ડીકીમાં પિત્તળનાં બિસ્કિટ રાખી તેને અસલી સોનાં તરીકે ખપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે પ્રેમનગર સોસાયટીના ગેટ આગળ વોચ ગોઠવી તેને ઝડપી એક્ટિવાની ડીકી તલાસતાં તેમાંથી પિત્તળ જેવા ધાતુના 6 લંબચોરસ બિસ્કિટ મળી આવ્યાં હતાં. આરોપી સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. પોલીસે પિત્તળના છ નકલી બિસ્કિટ, 10  હજારની કિંમતના બે મોબાઈલ તથા એક્ટિવા મળી કૂલ રૂા. 30,000નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો હતે. આરોપી અમિતકુમાર વિરુદ્ધ અગાઉ ભુજ-એ અને બી ડિવિઝન પોલીસ મથકમાં છેતરપિંડી અને દારૂ સંબંધી ગુના નોંધાઈ ચૂક્યા છે.

Panchang

dd