• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

ખાવડાના આર.ઈ. પાર્કમાં કંપનીના ગોડાઉનમાંથી 10 લાખના વાયરની ચોરી

ભુજ / ગાંધીધામ, તા. 22 : ખાવડાના આર.ઈ.પાર્કમાં બ્રીજ એન્ડ રૂફ ઈન્ડિયા લિ.કંપનીના ગોડાઉનમાંથી રૂા.10 લાખના વાયરની ઉઠાંતરી થઈ છે. અંતરજાળમાં કરીયાણાની દુકાનમાંથી તસ્કરો સિગારેટ, પાનમસાલા સહિત કુલ રૂા. 32 હજારની માલમતા ચોરી કરી ગયા હોવાની ચોપડે નોંધાઈ હતી. ગઈકાલે ખાવડા પોલીસ મથકે કંપનીના મેનેજર નિલંજન એમ. કે. દાસે નોંધાવેલી ફરિયાદ મુજબ આજે (તા.21/8)ના બપોરે તેમને કંપનીના જોઈન્ટ જનરલ મેનેજરનો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે, કંપનીના ગોડાઉનમાંથી ચોરી થઈ છે. આથી કંપનીના સિક્યોરિટીના માણસોને લઈને  તપાસ કરતાં સાતેક દિવસ પહેલાં કોઈ અજાણ્યા ચોર ઈસમો ગોડાઉનની ફેન્સીંગ કાપી ગોડાઉનની આગળ રાખેલા કોપર કેબલ ડ્રમ નંગ-20 જેની કિંમત રૂા.10,00,000ની ચોરી કરી લઈ ગયા છે. પોલસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. રવેચીનગર અંતરજાળ-શિણાઈ રોડ રવેચી ડેરીની બાજુમાં જય વચ્છરાજ જનરલ નામની કરીયાણની દુકાનમાં ગત તા.20/8 થી તા.21/8 ના ચોરીનો બનાવ બન્યો હતો. ઘનશ્યામભાઈ વિશાભાઈ સોલંકી ની ફરીયાદને ટાંકીને  પોલીસે જણાવ્યુ હતુ કે અજાણ્યો શખ્સ ફરીયાદીની દુકાનનુ પતરુ તોડી અંદર પ્રવેશીને સિગારેટના 62 પેકેટ કિં.રૂા.11648,જુદી-જુદી કંપનીના પાનમસાલા 322 નંગ,લાઈટર નંગ.35, તથા રોકડારૂા. 17 હજાર સહિત કુલ 32300ની માલમતા ચોરી ગયા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Panchang

dd