નવી દિલ્હી, તા. 22 : ટીમ ઇન્ડિયા
અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટના એક દિવસ પહેલા ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે
પોતાની આલોચના અને ભારચના ટેસ્ટ પ્રદર્શન અંગે ખૂલીને વાત કરી હતી. ગંભીરે કહ્યું હતું
કે તેમનું લક્ષ્ય સોશિયલ મીડિયામાં લોકપ્રિય થવાનું નહીં પણ ભારતીય ટીમ માટે ટ્રોફીઓ
જીતાડવાનું છે. ભારતના ટેસ્ટ રેકોર્ડ અંગે છેલ્લા અમુક સમયથી સવાલ ઊઠી રહ્યા છે. ખાસ
કરીને ટીમનાં પ્રદર્શન અને ગંભીરના કોચિંગની આલોચના થઈ છે. ગંભીરે કહ્યું હતું કે, તે આલોચના કે સોશિયલ મીડિયાની લોકપ્રિયતા અંગે
વધુ વિચારતો નથી. તેનું પૂરું ધ્યાન ભારતીય ટીમને સફળ બનાવવા અને ટ્રોફી જીતવા ઉપર
રહે છે. ગંભીરે કહ્યું હતું કે, લાઇક્સ અને વ્યૂ મેળવવાનું કામ
તેનું નથી.