• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

અંજારમાં રવિદાસની જન્મજયંતીએ સરપંચોને કળશ અપાયા

અંજાર, તા. 22 : અંજાર તાલુકા દ્વારા ભાજપ દ્વારા સંત રવિદાસ મહારાજની 650મી જન્મજયંતી અંતર્ગત વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે, જેના ભાગરૂપે સરપંચોને કળશનું વિતરણ કરવામાં આવ્યું હતું અને જિલ્લામાંથી મળેલા તાલુકા કક્ષાના કળશને મંદિર મધ્યે અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ કલ્પેશભાઈ આહીરે રવિદાસની જીવનયાત્રાની વાત કરી હતી. તાલુકા ભાજપના મહામંત્રી કાનજીભાઈ આહીરે 21 તારીખ સુધીમાં દરેક ગ્રામ પંચાયતોના માધ્યમથી કળશનું પૂજન-અર્ચન કરીને ગામનાં મંદિરમાં પધરાવી દેવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ સંદીપભાઈ ચાવડા તથા કરોબારી ચેરમેન દીપકસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા જીવાભાઈ રબારી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભીમજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના સભ્યો નરેશભાઈ થારુ, તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ દેવઇબેન કાનગડ, ડો. રસીલાબેન ડુંગરિયા સહિત વિવિધ ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન તાલુકા પંચાયતના દંડક અને કાર્યક્રમના ઈન્ચાર્જ નૌત્તમભાઈ ચૌહાણે અને આભારવિધિ કાર્યક્રમના સહઇન્ચાર્જને તાલુકા ભાજપ મંત્રી અરવિંદભાઈ મહેશ્વરીએ કર્યા હતા.

Panchang

dd