મુંદરા, તા. 22 : કારાઘોઘા મા. શાળા, પ્રા. શાળા અને આંગણવાડી તથા બોચા પ્રા. શાળા
તેમજ મુંદરા દરબારી સ. પા. શાળામાં દાતાઓના સહયોગથી શૈક્ષણિક કિટોનું વિતરણ કરાયું
હતું. મુખ્ય મહેમાન અનિરુદ્ધ દવે (ધારાસભ્ય માંડવી)ના હસ્તે એસ.ઇ.ટી. ગ્રુપ ઓફ ઇન્સ્ટિટયૂટ
મુંબઈ દ્વારા સ્કૂલબેગ વિતરણ કરાઈ હતી. શામજી ગેલાભાઈ સૌયા પરિવાર, આશાપુરા ફાઉન્ડેશન તરફથી નોટબુકનું વિતરણ કરાયું હતું. કારાઘોઘા માધ્યમિક શાળામાં
એક જૈન પરિવારના સહયોગથી આઠ સીલિંગ ફેન અર્પણ કરાયા હતા. સ્વ. ખુમાનાસિંહ વેલુભા સોઢાની
સ્મૃતિએ સતત 18મા વર્ષે
સ્કૂલ કિટ અર્પણ કરવામાં આવી હતી. આ અવસરે શક્તાસિંહ જાડેજા (પ્ર. મું. તા. ભાજપ), રણજિતાસિંહ જાડેજા (જિ. પં. સદસ્ય),
રામજી મહેશ્વરી (સા. ન્યા. સ. મું. તા. પં.) સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત
રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા મુકેશ શેઠિયા, તરુણ રાંભિયા,
દિનેશ શેઠિયા, નીતિન શેઠિયા, સંજય ઠક્કર, બાબુ વણકર, વૈશાલીબેન,
તખુભા ઘોઘા, કલ્યાણ ગઢવી, સામત ગઢવી, અદિતિબેન, અશોક મહેશ્વરી
સહિત કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. એસ. ટી.માં સેવા આપી નિવૃત્ત થનાર સતુભા કલ્યાણજી
જાડેજા, ભીમજી જુમા મહેશ્વરીનું સન્માન કરાયું હતું. જયેશ શેઠિયા, મનોજ વીરા નીલેશ ગાલા,
કેતન મારૂ, અનિલ શેઠિયા, જ્યારે મુંદરા દરબારી પ્રા. શાળામાં આચાર્ય સહદેવાસિંહ જાડેજા, નગરસેવક રાજુ માલમ, ધર્મેન્દ્ર જેસર, ભોગીભાઈ મહેતા, હિરેન સાવલા, જયંતીભાઈ
મામણિયા, યશ ગાલા, ખુશાલ દેઢિયા વિ. હાજર
રહ્યા હતા.