• બુધવાર, 15 જુલાઈ, 2026

કચ્છમાં નર્મદા કેનાલમાં પાણીનું સ્તર ઘટ્યું

રાપર, તા. 14 : કચ્છ શાખા નહેરમાં પાટણ જિલ્લામાં ગાબડું પડ્યું હતું. સમારકામ માટે તંત્ર દ્વારા પાણીના જથ્થામાં ઘટાડો કરવામાં આવ્યો હોવાના અહેવાલો સાપડી રહ્યા છે.  આ અંગે મળતી વિગતો મુજબ ઝઝામ પાસે સોમવારે ગાબડુ પડ્યું હતું. તેના કારણે વ્યાપક પાણીનો બગાડ થયો હતો. નિગમ દ્વારા ઘટના સ્થળે જઈને સમારકામ માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી.  શરૂઆતમાં 900 બદ પાણીનો જથ્થો ઘટાડીને 600 ક્યુસેક કર્યો હતો. દરમિયાન આજે વધુ ઘટાડો કરવામાં આવ્યો છેશાખા નહેર નું રિપારિંગ કામ કરવા મુખ્ય કેનાલમાંથી આજે  સાંજના ફક્ત 200 ક્યુસેક પાણી ચાલુ રાખ્યું છે.  આથી કચ્છ શાખા નહેરમાં પાણીનું લેવલ ઓછું થઈ ગયું છે અને બે ત્રણ દિવસ પાણીની ઘટ પડશે. અત્રે ઉલ્લેખનીય  છે કે  કચ્છમાં વરસાદ ખેંચાયો છે. આ સ્થિતિમાં કેનાલમાં પાણીમાં ઘટાડો થતાં ખેડૂતો ઉપર પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ થઈ છે. ઉપરથી માત્ર 200 ક્યુશેક  પાણી છોડાતા ત્રણથી ચાર દિવસ સુધી કેનાલમાં પાણી ઓછું આવશે. તેમજ સમારકામ પૂરું થયા બાદ રાબેતા મુજબ સ્થિતી થતાં બીજા એક બે દિવસ નીકળી જાય. જેથી છ થી 7 દિવસ સુધી કેનાલમાં પાણીનો જથ્થો નહિવત જેવો રહેશે. સમારકામ ઝડપથી હાથ ધરાય તેવી માંગ ધરતી પુત્રો કરી રહ્યા છે. 

Panchang

dd