ભુજમાં સંત વાલરામજીની
નિર્વાણતિથિએ સંધ્યાપાઠ યોજાયા
ભુજ, તા. 12 : સંત વાલરામજી મહારાજની
નિર્વાણતિથિ નિમિત્તે ભુજ ખાતે અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા સ્થાપક પ્રમુખ
જેન્તીભાઈ ઠક્કરની પ્રેરણાથી લોહાણા મહાજનનાં સાંનિધ્યમાં શહેર અને તાલુકા રઘુવંશી
સોશિયલ ગ્રુપ તેમજ મહિલા પાંખ દ્વારા વાંઢાયના જીતુ ભગતના મુખે સંધ્યાપાઠ અને ભજન-કીર્તનનો
કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરાઈ હતી. પ્રમુખ રાજુભાઈ પલણે
વાલરામજીના જીવનચરિત્ર વિશે માહિતગાર કરી પ્રેરણા લેવા જણાવ્યું હતું. જીતુ ભગત અને
સાથી કલાકારોએ ભજન-કીર્તન કરી વાતાવરણને ધર્મમય બનાવ્યું હતું. આ પ્રસંગે જીતુ ભગતનું
સ્વાગત સન્માન ચેતન કતીરા, રાજેશ ભીંડે, રાજેશ માણેક, જય બુદ્ધદેવ,
અશોક રાણા અને પીન્કેશ તન્નાએ, જ્યારે તેમના પત્ની
વર્ષાબેનનું સન્માન મમતાબેન પલણ, લીનાબેન સાયતા, રીતાલીબેન ગણાત્રા, જિજ્ઞાબેન ઠક્કર, માલતીબેન રાણા, નીતાબેન પલણે કર્યું હતું. કાર્યક્રમમાં
ઉપસ્થિત કચ્છ, ભુજ, માધાપર, સુખપર મહાજન તેમજ મહિલા મંડળના આગેવાનોનું વાલરામજીનાં પુસ્તક આપી સ્વાગત કરાયું
હતું. આ કાર્યક્રમમાં મહામંત્રી હરેશભાઈ તન્ના, દિનેશભાઈ ઠક્કર,
જયેશભાઈ ઠક્કર, રશ્મિકાન્ત ઠક્કર, રાજેશભાઈ ચોથાણી, કૈલાસભાઈ ગણાત્રા, મહિલા પાંખના કલ્પનાબેન ઠક્કર, ભાનુબેન આથા તથા ચિન્ટુબેન
ઠક્કર, નવીનભાઈ રૂપારેલ, તુષારભાઈ આઈયા,
હિતેષભાઈ ઠક્કર, નીલ સચદે, મનોજભાઈ ઠક્કર, જયસુખભાઈ માણેક, કપિલભાઈ દૈયા, મહેશ રાજદે, જયેશ
ઠક્કર, હર્ષદ ઠક્કર, ભાવેશભાઈ આઈયા,
દર્શન ઠક્કર, વીરેન ઠક્કર, ધર્મેન્દ્ર ચંદે, હરેશભાઈ બાપા દયાળુ, લોહાણા મહા પરિષદના દીપકભાઈ રેલોન, હરીશ ચંદન,
રોહિત ઠક્કર, વર્ષાબેન ઠક્કર, હિતેષભાઈ ઠક્કર, રાજેશભાઈ કતીરા, હરસુખભાઈ ઠક્કર, રામભાઈ ઠક્કર, પરસોત્તમભાઈ ઠક્કર, ભુજ નગરપાલિકાના કાઉન્સિલરો મયંકભાઈ
રૂપારેલ, ધ્વનીબેન ગણાત્રા, વિમીબેન ઠક્કર,
સોશિયલ ગ્રુપ મહિલા પાંખના કલ્પના ચોથાણી, અવની
ઠક્કર, દીપા ઠક્કર, કાજલ માણેક,
લવિંગા ઠક્કર, શારદાબેન ઠક્કર, મનીષા કેસરિયા, પૂર્વી સોનાઘેલા, વૈશાલી પવાણી, શિલ્પા કોટક, કોમલ
સચદે, જલ્પા ઠક્કર વિ. ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જેન્તીભાઈ
ઠક્કર, વસંતભાઈ કોડરાણી, પંકજભાઈ ઠક્કર,
જયેશભાઈ સચદે, સુકેતુભાઈ રૂપારેલ, હીરાચંદભાઈ ઠક્કરે શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા દર્શન અનમ,
દીપન સોનાઘેલા, ધ્રુવ રૂપારેલ, કૃપેશ ઠક્કર, ભરતભાઈ રાજદે, ભાવેશ
પવાણી, વિપુલ ઠક્કર, પીયૂષ ગજ્જુ,
કૃપેશ ઠક્કર, જિગર દૈયા, મયૂર ચોથાણી, નરેન્દ્ર ઉદેચા, પીયૂષ
ચોથાણીએ જહેમત ઉઠાવી હતી. સંચાલન ચેતન કતીરાએ કર્યું હતું.