ભુજ, તા. 28 : અત્રેના છ કોટિ સંઘના કેસરબાઈ
જૈન ભવન ખાતે નગરપતિ શીતલ શાહનું અભિવાદન કરવા સાથે જૈન ભવન સંચાલન સમિતિની સામાન્ય
સભામાં હિસાબોને બહાલી અપાઈ હતી. સમિતિના સભ્ય જગદીશભાઈ મહેતાએ ભુજ નગરપાલિકા પ્રમુખ
શીતલભાઈની શહેર, સમાજ - સંઘ પ્રત્યેની નિષ્ઠાને
બિરદાવી હતી. પ્રફુલ્લ દોશીએ સન્માનપત્ર વાંચન કર્યું હતું. ઉપરાંત અજરામર કંકુ મહિલા
મંડળનાં પ્રમુખ મનિષા જયેશ મહેતા, મંડળના કારોબારી સભ્યો,
અજરામર યૂથ, અજરામર જૈન પાઠશાળાના શિક્ષિકાઓ,
મહાસતીજી નમ્રતાજીએ પણ તેમનું અભિવાદન કર્યું હતું. સ્વાગત વિધિ જિજ્ઞેશ
શાહે, સંચાલન જગદીશભાઈ મહેતા, વ્યવસ્થા
સમિતિના દેવેન દોશી, નરેશ મહેતા, જયેશ શાહે
સંભાળી હતી. પ્રસંગે અંજનાજી સોહિનીજી આદિઠાણા - 5નો ચાલુ વર્ષનો ચાર્તુમાસ પ્રવેશ અંગે માહિતી
રજૂ કરી હતી. દીલિપ શાહ, ધીરેન શાહ,
મુકેશ શાહ, દિનેશ શાહ સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.