અંજાર, તા. 28 : અહીંના રેલવે સ્ટેશનમાં છેલ્લા
લાંબા સમયથી વિવિધ પ્રકારની સુવિધા આપવા માટે
વહીવટી તંત્ર દ્વારા ઉપેક્ષા કરાતી હોવાના આક્ષેપો વચ્ચે સ્ટેશન ઉપર કોચ ઈન્ડિકેટર
બોર્ડ અને એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા આપવા માંગ ઊઠી છે. અંજારના રેલવે સ્ટેશન ઉપર પ્રથમ અને બીજા નંબરના
પ્લેટફોર્મ ઉપર કોચ ઈન્ડિકેટર બોર્ડ ન મૂકવાનાં
કારણે ટેન આવવાના સમયે મુસાફરોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ ઉપર જવા માટે સ્વયંસંચાલિત
અને લિફ્ટની સુવિધાના અભાવે વરિષ્ઠ નાગરિકો અને સગર્ભા મહિલાઓને સામાન સાથે અવરજવર
કરવામાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામાનો કરવો પડે છે. તંત્ર દ્વારા સત્વરે આ સુવિધાઓ
આપવામાં આવે, રોજબરોજ પ્રવાસ કરતા અનેક
મુસાફરોની સુવિધા અને સુખાકારીમાં વધારો થશે. નોંધપાત્ર છે કે, છેલ્લા લાંબા સમયથી રેલવે પ્રશાસન દ્વારા અંજારની અવગણના કરાતી હોવાના મુદ્દે
સ્થાનિક વેપારીઓ અને લોકો દ્વારા ટેન રોકો આંદોલન કરવાની ફરજ પડી હતી. અંજારથી પસાર
થતી કેટલીક ટેનોનો સ્થાનિકે સ્ટોપ ન અપાતા હોવાના મુદ્દે સ્થાનિકોએ નારજગી વ્યક્ત કરી
હતી.