• શુક્રવાર, 29 મે, 2026

સિનરની આંચકાજનક હારથી ખેલપ્રેમીઓ સ્તબ્ધ

પેરિસ તા.28 : ફ્રેંચ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં આજે મોટો ઉલટફેર થયો છે. ઇટાલીનો વિશ્વ નંબર વન અને ખિતાબનો પ્રબળ દાવેદાર યાનિક સિનર બીજા રાઉન્ડમાં હારીને બહાર થયો છે. સિનર સામે આર્જેન્ટિનાના પ4મા ક્રમના ખેલાડી જુઆન મેનુએલ સેરુંડોલોનો પાંચ સેટની રસાકસી પછી 2-6, 2-6, 7-, 6-1 અને 6-1થી યાદગાર વિજય થયો હતો. તેણે પહેલા બે સેટ ગુમાવ્યા પછી જોરદાર વાપસી કરી નંબર વન સિનરને હાર આપી હતી. ભારે ગરમીને લીધે સિનરને ઘણી તકલીફ થઈ હતી અને અંતે હાર થઈ હતી. આ સાથે જ સિનરનો સતત 30 મેચની જીતનો ક્રમ પણ તૂટયો છે. ત્રણ વખતનો પૂર્વ ચેમ્પિયન નોવાક જોકોવિચનો બીજા રાઉન્ડમાં ફ્રાંસના ખેલાડી વેલિટિન રોયર વિરૂધ્ધ 6-3, 6-2, 6-7 અને 6-3થી વિજય થયો હતો અને ફ્રેંચ ઓપનના ત્રીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. જોકોવિચની નજર રેકોર્ડ 2પમા ગ્રાંડસ્લેમ ખિતાબ પર છે.  જાપાની ખેલાડી નાઓમી ઓસાકાએ પણ ત્રીજા રાઉન્ડમાં આગેકૂચ કરી છે. રૂસી ખેલાડી મીરા એન્ડ્રિવા પણ ત્રીજા રાઉન્ડમાં પ્રવેશી છે. દરમ્યાન, 47 વર્ષની વીનસ વિલિયમ્સ અને હેઈલિ બેપ્ટિસ્ટે ડબલ્સમીંથી નામ પાછું ખેંચી લીધું હતું. 

Panchang

dd