• શુક્રવાર, 29 મે, 2026

ભુજમાં ત્રણ વર્ષ પહેલાંના હત્યાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

ભુજ, તા. 28 : ત્રણેક વર્ષ પૂર્વે શહેરના ભીડનાકા બહાર થયેલી હત્યાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો  થયો છે. આ કેસની ટૂંક વિગતો મુજબ ગત તા. 7/5/23ના ફરિયાદીએ આરોપી અબ્દુલ્લા આદમ વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી વગર આમંત્રણે લગ્નમાં આવ્યો હતો. તે સમયે ઝઘડો થતાં આરોપીએ તેની પાસે રહેલી છરીથી મરણ જનાર તેમજ ફરિયાદીને છરીના ઘા માર્યા હતા જેમાં ઇજા પામનારનું મૃત્યુ થયું હતું અને ફરિયાદીને ઓછીવત્તી ઇજાઓ થઇ હતી. આરોપી અબ્દુલ્લા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ થયો હતો. આ કેસમાં 21 સાક્ષીઓ અને પુરાવા રજૂ થયા હતા. બંને પક્ષકારોને સાંભળી સેન્શન કોર્ટે આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂક્યો છે. આરોપીઓ વતી સિનિયર વકીલ એમ. એ. ખોજા, એસ. જી. માંજોઠી, કે. આઇ. સમા, વી. કે. સાંધ, ડી. સી. ઠક્કર, ગૌતમ મહેશ્વરી હાજર રહ્યા હતા. - એટ્રોસીટી કેસમાં આરોપી નિર્દોષ : માધાપર પોલીસ મથકે ફરિયાદીએ આરોપી અજીજ સુલેમાન શેખ (રહે. સુમરાસર-શેખ) સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપીએ ફરિયાદીને કહ્યું કે, તારા ભાઇના લગ્નના દાંડિયારાસમાં પોતાને આમંત્રણ ન આપી દાંડિયારાસ રમવા ન દીધા અને ઉશ્કેરાઇ ગાળા-ાળી સાથે ઝઘડો કરી જાતિ અપામાનિત કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં છઠ્ઠા અધિક સેશન્સ જજ ટી. એન. ખંધડિયાએ કેસ શંકા ઉત્પન્ન કરનારો હોઇ કેસ સાબિત ન થતાં આરોપીને નિર્દોષ છોડવા હુકમ કર્યો હતો. આરોપી તરફે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભુજની પેનલમાં રહેલા ધારાશાત્રી ચિરાગકુમાર એન. ઠાકર હાજર રહી દલીલો કરી હતી. - અંજાર : જમીન વેચાણ સામેની અપીલ રદ : અંજારના સીમના રેવન્યૂ સર્વે નં. 413વાળી ખેતીની જમીન હરીબાઇ લાલજી મિત્રીએ પોતાના માતાની માલિકીનું હોવાનું અને તેમના માતા 99 વર્ષની બંધીથી જેરામ નારાણ મિત્રીને વિટાંતર આપેલ અને બાદમાં વર્ષ 1969માં વેચાણ વ્યવહારથી વાલજીભાઇ મેઘાભાઇ ચોટારા (સોરઠિયા)એ તે દસ્તાવેજથી ખરીદી બાદ વર્ષ 1987માં રામજીભાઇ મેઘાભાઇ ચોટારા (સોરઠિયા)ને વેચાણ આપી હતી અને વર્ષ 2024માં રામજીભાઇ મેઘાભાઇએ તે જમીન (1) કાનજી ભચુ આહીર તથા (2) ત્રિકમ જીવા આહીરને દસ્તાવેજથી વેચાણ કરતાં તે વેચાણવ્યવહારની નોંધ રેવન્યૂ દફતરે દાખલ થતાં તે સામે વારસાઇ હક્કે હરીબાઇ લાલજીએ ઇ-ધરા શાખામાં વાંધો રજૂ કરતાં તે અંગેનો તકરારી કેસ નાયબ કલેક્ટર અંજાર સમક્ષ ચાલી અને વાંધો નામંજૂર કરી અને વેચાણ નોંધ પ્રમાણિત કરતાં તે હુકમ સામે વાંધો લેનારે કલેક્ટર સમક્ષ અપીલ દાખલ કરી હતી જે અપીલ નામંજૂર કરતો હુકમ ફરમાવાયો છે. સામાવાળા રામજી સોરઠિયાના વકીલ તરીકે મહેન્દ્ર દયારામ ઠક્કર, ચિંતલ મહેન્દ્રભાઇ ઠક્કર, કોમલ ચંદ્રેશભાઇ ઠક્કર હાજર રહ્યા હતા. 

Panchang

dd