ખાવડા, તા. 28 : અહીં કુમારશાળામાં ત્રણ ઉપર
અને ત્રણ નીચે એમ કુલ છ ઓરડાનાં નિર્માણકામમાં કોરી ઈંટો વપરાતી હોવાના આરોપો સાથે
ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત કરાઈ હતી અને યોગ્ય તપાસની માંગ ઊઠી હતી. ચાલી રહેલાં નિર્માણકામનાં
સ્થળ પર દેખરેખ માટે કોઈ જવાબદાર અધિકારી હાજર રહેતા ન હોવાનું જાગૃત નાગરિકો દ્વારા
જણાવાયું હતું, કામ કરી રહેલા મજૂરો પાસે
કામ સંબંધિત પૂરતી માહિતી ન હોવાનું ઉમેર્યું હતું. કામગીરીમાં પાયામાં કોરી ઈંટો વાપરવામાં
આવી રહી હોવાના આક્ષેપ સાથે તપાસ કરવા માંગ કરાઈ હતી અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી
કામગીરી બંધ રાખવા માંગ ઊઠી હતી.