ભુજ, તા. 28 : દહેજ ઓછું લાવ્યાના પતિનાં
મ્હેણા-ટોણાથી કંટાળી ગઢશીશામાં યુવા પરિણીતા સાલુબેન અર્જુનસિંહ પરિહારે ગળેફાંસો
ખાઇ આપઘાત કર્યાની ફરિયાદ નોંધાઇ છે. ગત તા. 22/5ના ગઢશીશાની જીએમડીસી કોલોનીમાં હજુ છ માસ પૂર્વે જ પરણેલી યુવા
પરિણીતા સાલુબેને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતક સાલુબેનના પિતા
અશોકસિંગ બ્રુંદાવનસિંગ રાજપૂત (રહે. અમદાવાદ, મૂળ રાયબરેલી)એ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી સાલુનો પતિ અર્જુનસિંહ પરિહાર
સાલુને સતત મ્હેણા-ટોણા મારતો હતો કે, તારા પિતાએ લગ્નમાં 10 લાખ રૂપિયા તેમજ ઘરવખરીના સામાન
સિવાય બીજું કંઇ આપ્યું નથી. તું દહેજ ઓછું લાવી છો. આથી શારીરિક-માનસિક ત્રાસથી કંટાળી
સાલુએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસે દહેજ પ્રતિબંધ અને મરવા મજબૂર કર્યા
અંગેની કલમો તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.