• શુક્રવાર, 29 મે, 2026

ભુજના કેમ્પમાં જનતા રેડના મામલે ગરમા-ગરમી સર્જાઈ

ભુજ, તા. 28 : ગઈકાલે સાંજે શહેરના કેમ્પ વિસ્તારમાં જનતા રેડ કરવા જતાં મામલો ગરમાયો હતો, જેમાં મારામારી, લૂંટ સહિતની વિવિધ કલમો તળે સામસામી ફરિયાદ નોંધાવાઈ છે. ગઈકાલે સાંજે કેમ્પ એરિયામાં મહિલાઓ જનતા રેડ કરવા જતાં ત્યાં મામલો ગરમાયો હતો અને હાથાપાઈ સર્જાઈ હતી. આ બનાવને લઈને લાલીબેન ભાનુભાઈ આદિવાલે આરોપી ઈકબાલ થેબા અને તેના પુત્ર તથા બીજા બે ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અને અન્ય બહેનો જનતા રેડ કરવા જતાં ત્યાં તેમને પગમાં ધોકો માર્યો હતો અને આંગળીમાં છરી માર્યાની વિગતો લખાવી છે. પોલીસે હુમલો અને એટ્રોસીટી સહિતની કલમો તળે ગુનો દાખલ કર્યો છે. બીજી તરફ આ જ બનાવમાં સુફિયાન રજાક થેબાએ આરોપીઓ અંકિતાબેન ગોર, લાલીબેન આદિવાલ, કલ્પનાબેન જોશી તથા ચુમ્બો અને અન્ય એક ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ પોતાનો ઈરાદો પાર પાડવા ગેરકાયદે મંડળી રચી ફરિયાદીના ઘરમાં જનતા રેડ કરવા અપપ્રવેશ કરી દારૂના હપ્તાની માગણી કરતાં હપ્તાની ના પાડતાં બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને લાલીબેને ફરિયાદીના ખિસ્સામાંથી રૂા. 4700 ઝૂંટવી લીધા હતા અને અંકિતાબેને ધમકી આપી હતી. બી-ડિવિઝન પોલીસે બન્ને ફરિયાદ નેંધી તપાસ હાથ ધરી છે. 

Panchang

dd