• મંગળવાર, 19 મે, 2026

વસ્તીગણતરી ડિજિટલ ભારત તરફનું મહત્ત્વનું પગલું

ભુજ, તા. 18 : કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે ઓનલાઇન વસ્તીગણતરીના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ટેકનોલોજીના યુગમાં વસ્તીગણતરીની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે સરકાર દ્વારા ખાસ ડિજિટલ પોર્ટલ તૈયાર કરાયું છે. દેશમાં પ્રથમવાર વસ્તીગણતરી સંપૂર્ણપણે ડિજિટલ રીતે પોર્ટલ અને મોબાઇલ માધ્યમથી થઈ રહી છે, જેથી નાગરિકો સરળ, સુરક્ષિત અને સુવિધાજનક રીતે પોતાની માહિતી આપી શકે. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા `સ્વગણતરી' પ્રક્રિયામાં ઓનલાઈન માધ્યમથી તેમની અને તેમના પરિવારની વિગતો સાથેનું ફોર્મ ભરી સહભાગી બન્યા હતા. ઓનલાઈન વેરિફિકેશન ભુજ શહેર વસ્તીગણતરી ચાર્જ અધિકારી અને ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર ટ્વિંકલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સરકારની આ ડિજિટલ પહેલ ખૂબ જ સરળ અને સમય બચાવનારી છે. સૌ નાગરિકોને આ અભિયાનમાં જોડાવા સાંસદે અપીલ કરી છે.

Panchang

dd